પાલિકા@રાધનપુર: આવાસના લાભાર્થીઓની વિગતો માટે ભાજપ સભ્યની કવાયત

અટલ સમાચાર, રાધનપુર રાધનપુર પાલિકા હેઠળ પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજનામાં કૌભાંડ થયાની આશંકા વધુ મજબૂત બની છે. આ તમામ ગતિવિધિ વચ્ચે ભાજપી નગરસેવકે લાભાર્થીઓની યાદી પૈકી ચોક્કસ નામજોગ વિગતો મેળવવા કવાયત હાથ ધરી છે. જેનાથી આવાસ યોજનામા પાલિકાની ભૂમિકા તપાસવામાં આવી રહી હોઇ અનેક સવાલો ઉભા થયા છે. ખોટી સહાયની અગાઉ નોંધાયેલ ફરીયાદ બાદ શું
 
પાલિકા@રાધનપુર: આવાસના લાભાર્થીઓની વિગતો માટે ભાજપ સભ્યની કવાયત

અટલ સમાચાર, રાધનપુર

રાધનપુર પાલિકા હેઠળ પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજનામાં કૌભાંડ થયાની આશંકા વધુ મજબૂત બની છે. આ તમામ ગતિવિધિ વચ્ચે ભાજપી નગરસેવકે લાભાર્થીઓની યાદી પૈકી ચોક્કસ નામજોગ વિગતો મેળવવા કવાયત હાથ ધરી છે. જેનાથી આવાસ યોજનામા પાલિકાની ભૂમિકા તપાસવામાં આવી રહી હોઇ અનેક સવાલો ઉભા થયા છે. ખોટી સહાયની અગાઉ નોંધાયેલ ફરીયાદ બાદ શું વધુ ફરીયાદ થઈ શકશે ? આ સવાલ સૌથી વધુ ચર્ચાસ્પદ બન્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં આવાસ યોજનાની અમલવારી અનેક સવાલો અને વિવાદો વચ્ચે આવી છે. એક ફરીયાદ દાખલ થયા બાદ લાભાર્થીઓની યાદી ચકાસવામાં આવી છે. જેને પગલે પાલિકામાં ભાજપી નગરસેવક અંકુર જોશીએ નામજોગ વિગતો મેળવવા મથામણ આદરી છે. જેમાં રાધનપુર ફેઝ-2 માં 130DUS હેઠળના નામો આપી તેઓની વિગતો માંગી છે. ક્રમાંક 98 તથા 100 સંબંધિત લાભાર્થીઓની બેંક એકાઉન્ટની વિગતો, ત્રિપક્ષીય કરાર, એફીડેવિટની નકલો, આકારણી પત્રક, પ્રોપર્ટી કાર્ડ અને લાભાર્થીઓની મિલકત સંબંધિ વિગતો માંગવામાં આવી છે. આવી સ્થિતિમાં પાલિકા હેઠળના લાભાર્થીઓ શંકાસ્પદ બન્યા હોવાનો સવાલ ઉભો થયો છે.

પાલિકા@રાધનપુર: આવાસના લાભાર્થીઓની વિગતો માટે ભાજપ સભ્યની કવાયત

સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરી આવાસ યોજનામાં રાધનપુર પાલિકા અને ધવલ એન્જિનિયરિંગ નામના કન્સલ્ટન્ટ સહિતનાએ જોગવાઈઓનું 100% પાલન કર્યું હતું ?, ક્રોસ ચેકીંગ કર્યુ હતું ?, કોઈ કેસ શંકાસ્પદ મળ્યા બાદ કાર્યવાહી કરી છે ?, એક હપ્તા બાદ બાકીના હપ્તા રોક્યા પરંતુ શંકાસ્પદ લાભાર્થીઓ સામે શું કર્યું ? આ તમામ સવાલો રાધનપુર પાલિકાના સત્તાધીશો અને નગરજનો માટે અત્યંત મહત્વના બની ગયા છે.