પાલિકા@રાધનપુર: પ્રમુખ સહિત 28 સભ્યોની હાલત કફોડી, સત્તા છતાં મહિલા અધિકારી સામે લાચાર

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ રાધનપુર પાલિકા છેલ્લા કેટલાક દિવસોથી સમાચાર માધ્યમોમાં વિવિધ વિષયે જગ્યા મેળવી રહી છે. સફાઇ કામદારોની હડતાળ વચ્ચે પ્રમુખ સહિત સત્તાધીન સભ્યોએ કરેલી રજૂઆત સામે આવતાં હડકંપ મચી ગયો છે. મહિલા ચીફ ઓફિસરની બદલી કરી દેવા કરેલી રજૂઆત જોતાં સભ્યોની હાલત નોર વગરના સિંહ જેવી બની હોવાનું બહાર આવ્યું છે. શહેરીજનોની
 
પાલિકા@રાધનપુર: પ્રમુખ સહિત 28 સભ્યોની હાલત કફોડી, સત્તા છતાં મહિલા અધિકારી સામે લાચાર

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

રાધનપુર પાલિકા છેલ્લા કેટલાક દિવસોથી સમાચાર માધ્યમોમાં વિવિધ વિષયે જગ્યા મેળવી રહી છે. સફાઇ કામદારોની હડતાળ વચ્ચે પ્રમુખ સહિત સત્તાધીન સભ્યોએ કરેલી રજૂઆત સામે આવતાં હડકંપ મચી ગયો છે. મહિલા ચીફ ઓફિસરની બદલી કરી દેવા કરેલી રજૂઆત જોતાં સભ્યોની હાલત નોર વગરના સિંહ જેવી બની હોવાનું બહાર આવ્યું છે. શહેરીજનોની વાત છોડો ખુદ સત્તામાં બેઠેલા કોર્પોરેટરોને પણ માહિતી નથી મળતી તેવી ગંભીર રજૂઆત ખુદ પ્રમુખ સહિતનાએ કરી છે. મહિલા ચીફ ઓફીસર આપખુદ અને મનસ્વી હોઇ મુલાકાત પણ આપતાં નથી તેવી ચોંકાવનારી રજૂઆત થઈ છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે મહિલા અધિકારી રજા ઉપર ઉતરી ગયા છે.

પાલિકા@રાધનપુર: પ્રમુખ સહિત 28 સભ્યોની હાલત કફોડી, સત્તા છતાં મહિલા અધિકારી સામે લાચાર

પાટણ જિલ્લાની રાધનપુર નગરપાલિકામાં સભ્યો અને ચીફ ઓફિસર વચ્ચે તાલમેલ સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગયો હોવાનો ઘટસ્ફોટ થયો છે. હકીકતે પાલિકાના પ્રમુખ સહિત કુલ 28 સભ્યોએ ગત 7 ઓક્ટોબરે મહિલા ચીફ ઓફિસર વિરુદ્ધ એક ગંભીર રજૂઆત કરી છે. ચીફ ઓફિસર આપખુદ હોવાનો આક્ષેપ મૂકી નાયબ કલેક્ટરથી માંડી છેક મુખ્યમંત્રીને રજૂઆત કરી અધિકારીની બદલી કરવા માંગ કરી છે. જેમાં સૌથી મોટો પ્રશ્ન માહિતી અને મુલાકાત બાબતે હોવાનું સામે આવ્યું છે. મહિલા અધિકારી મુલાકાત આપતા નથી તેમજ કોઈપણ જાતની માહિતી નહિ આપવા લેખિતમાં ફરમાન કર્યુ હોવાની રજૂઆત થતાં ખળભળાટ મચી ગયો છે. પ્રમુખ સહિત સભ્યોની રજૂઆત મુજબ જો હકીકતે આવુ હોય તો સત્તા છતાં લાચાર હોવાનું ચિત્ર સામે આવ્યું છે. કુલ 28 સભ્યોએ ગ્રાન્ટ બાબતે પણ માહિતી ના મળતી હોવાનો આક્ષેપ કરતાં નગરજનો માટે પણ વિચારવા જેવી નોબત આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતું કે, ચીફ ઓફિસર પ્રજ્ઞાબેન પોતાની રીતે કામ કરે જાય છે પરંતુ પ્રમુખ સહિત સભ્યોને શહેરના પ્રશ્નોને લઈ અવારનવાર વહીવટી સહયોગ જરૂરી બને છે. હવે આવા સમયે ચીફ ઓફિસર અને પ્રમુખ સહિતના સભ્યોને શહેરના પ્રશ્નોનો નિકાલ લાવવા તાલમેલ બેસતો નથી. જેના લીધે ચૂંટાયેલા અને સત્તામાં આવ્યા છતાં સભ્યોની હાલત સત્તા વગરના હોય તેવી બની છે. હવે રજૂઆતનો નિકાલ આવે તે પહેલાં મહિલા ચીફ ઓફિસર લાંબી રજા ઉપર ઉતરી જતાં સભ્યોને ઈન્ચાર્જ ચીફ ઓફિસર સાથે તાલમેલ લાવવા મથામણ કરવી પડે તેમ છે.