પંચમહાલ: યુરિયા ખાતરમાંથી દૂધ બનાવી વેચાણ કરતી દુકાન ઝડપાઇ

અટલ સમાચાર, ડેસ્ક પંચમહાલનાં શહેરામાં નકલી દૂધ બનાવીને સફેદ મોત વેચતા હોવાનું સામે આવ્યું છે. નકલી દૂધ બનાવતા હોવાની ફરિયાદોના પગલે નગરપાલિકાના આરોગ્ય વિભાગે દરોડો પાડીને કનૈયા ડેરી ફાર્મ નામની દૂધની દુકાનમાંથી નકલી દૂધનો મોટો ઝડપી પાડવામાં આવ્યો છે. કનૈયા દૂધ નામની દુકાને યુરિયા ખાતરમાંથી દૂધ બનાવી વેચાણ કરાતું હોવાથી પાલિકાના ફૂડ એન્ડ સેફટી વિભાગે
 
પંચમહાલ: યુરિયા ખાતરમાંથી દૂધ બનાવી વેચાણ કરતી દુકાન ઝડપાઇ

અટલ સમાચાર, ડેસ્ક

પંચમહાલનાં શહેરામાં નકલી દૂધ બનાવીને સફેદ મોત વેચતા હોવાનું સામે આવ્યું છે. નકલી દૂધ બનાવતા હોવાની ફરિયાદોના પગલે નગરપાલિકાના આરોગ્ય વિભાગે દરોડો પાડીને કનૈયા ડેરી ફાર્મ નામની દૂધની દુકાનમાંથી નકલી દૂધનો મોટો ઝડપી પાડવામાં આવ્યો છે. કનૈયા દૂધ નામની દુકાને યુરિયા ખાતરમાંથી દૂધ બનાવી વેચાણ કરાતું હોવાથી પાલિકાના ફૂડ એન્ડ સેફટી વિભાગે દૂધની દુકાન સીલ કરી સંચાલક સામે કાર્યવાહી શરૂ કરી છે. જાણવા મળ્યું છે કે, આ ડેરી યુરિયા ખાતર, શેમ્પૂ અને તેલમાંથી દૂધ બનાવી લોકોને વેચતા હતાં.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પંચમહાલ જીલ્લાના શહેરા નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી નકલી દૂધ લોકોને આપીને તેમના જીવ સાથે રમત રમવામાં આવતી હતી. આ માહિતી નગરપાલિકાના ફૂડ અને સેફ્ટી વિભાગને મળી હતી. જેને લઈને પાલિકાના ફૂડ અને સેફ્ટી વિભાગ દ્વારા ખાનગી રાહે તપાસ શરૂ કરવામાં આવી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, બાતમીના આધારે ફૂડ અને સેફ્ટી વિભાગ દ્વારા ગઇકાલે આ રહેણાંક મકાન પર છાપો મારવામાં આવ્યો હતો. જેમાં ઘરમાંથી નકલી દૂધ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતા તમામ હાનિકારક પદાર્થો મળી આવ્યા હતા. જ્યારે આ રહેણાંક મકાનમાંથી યુરીયા ખાતરની એક બેગ, રાની કપાસિયા તેલના 10 ઉપરાંત ભરેલા પાઉચ અને 50 ઉપરાંત ખાલી પાઉચ મળી આવ્યા હતા.