પંચમહાલ: મકાન પડતાં એક જ પરિવારનાં પિતા, પુત્ર અને દાદીનું મોત

અટલ સમાચાર, ડેસ્ક ચમહાલમાં ગઇકાલે રાતે સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો અને જાંબુઘોડામાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ વરસાદને પગલે જાંબુઘોડાના કણજીપાણી ગામમાં એક કાચુ મકાન ધરાશાયી થયું છે. જેમાં એક જ પરિવારનાં પિતા, પુત્ર અને દાદીનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક યુવાનનો બચાવ થયો છે. આ ઘટનાને કારણે આખા પંથકમાં સન્નાટા સાથે
 
પંચમહાલ: મકાન પડતાં એક જ પરિવારનાં પિતા, પુત્ર અને દાદીનું મોત

અટલ સમાચાર, ડેસ્ક

ચમહાલમાં ગઇકાલે રાતે સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો અને જાંબુઘોડામાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ વરસાદને પગલે જાંબુઘોડાના કણજીપાણી ગામમાં એક કાચુ મકાન ધરાશાયી થયું છે. જેમાં એક જ પરિવારનાં પિતા, પુત્ર અને દાદીનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક યુવાનનો બચાવ થયો છે. આ ઘટનાને કારણે આખા પંથકમાં સન્નાટા સાથે માતમ છવાઇ ગયો છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પંચમહાલ જિલ્લામાં જાંબુઘોડા તાલુકાના કણજીપાણી ગામમાં મકાન ધરાશાયી થતાં એક જ પરિવારના 4 સભ્ય દટાયા હતા. જે પૈકી 3 સભ્યના મોત થયા હતા. એક જ પરિવારના પિતા, પુત્ર અને દાદીનું મોત થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે. 60 વર્ષીય વૃદ્ધા, 40 વર્ષીય પુરુષ અને 4 વર્ષના બાળક ઘટનાનો ભોગ બન્યા છે. જ્યારે અન્ય એક યુવાનને સામાન્ય ઇજાઓ પહોંચી છે પરંતુ તે સલામત છે.

આ દુખદ ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી ગઇ હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ સમાચારની જાણ વાયુવેગે થતા આસપાસનાં સ્થાનિકો પણ ઘટનાસ્થળે જોવા આવ્યાં હતા. પરિવારનું કાચુ મકાન જાણે પત્તાના મકાનની જેમ પડેલુ દેખાઇ રહ્યું છે. મહત્વનું છે કે, રવિવારે રાત્રે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં 4 ઇંચ, હાલોલમાં 3.5 ઇંચ, મોરવા હડફમાં 2.5 ઇંચ, ઘોઘંબામાં 2.5 ઇંચ, ગોધરામાં દોઢ ઇંચ, શહેરમાં એક ઇંચ અને કાલોલમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો