પાંથાવાડા: ચેક પોસ્ટથી મહિન્દ્રા પીક અપમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો

અટલ સમાચાર,વડગામ (જગદિશ શ્રીમાળી) બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક પ્રદિપ સેજુળ તથા મદદનીશ પોલીસ અધિક્ષક અજીત રાજયાણ થરાદે દારૂના વેચાણ અને હેરાફેરીને સંપૂર્ણ રીતે નેસ્તનાબુદ કરવા આપેલ સૂચના અન્વયે ગુરૂવારના રોજ એચ.આઇ.ભાટી પો.સ.ઇ પાંથાવાડાને મળેલ બાતમી આધારે બંધ બોડીની મહિન્દ્રા પીક અપ ગાડી નંબર GJ.27.X.6732 માં ગે.કા. રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ગુંદરી ચેકપોસ્ટ તરફ
 
પાંથાવાડા: ચેક પોસ્ટથી મહિન્દ્રા પીક અપમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો

અટલ સમાચાર,વડગામ (જગદિશ શ્રીમાળી)

બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક પ્રદિપ સેજુળ તથા મદદનીશ પોલીસ અધિક્ષક અજીત રાજયાણ થરાદે દારૂના વેચાણ અને હેરાફેરીને સંપૂર્ણ રીતે નેસ્તનાબુદ કરવા આપેલ સૂચના અન્વયે ગુરૂવારના રોજ એચ.આઇ.ભાટી પો.સ.ઇ પાંથાવાડાને મળેલ બાતમી આધારે બંધ બોડીની મહિન્દ્રા પીક અપ ગાડી નંબર GJ.27.X.6732 માં ગે.કા. રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ગુંદરી ચેકપોસ્‍ટ તરફ આવનાર છે.

બાતમીને આઘારે ગુંદરી ચેકપોસ્ટ પર હે.કો વિજુસિંહ પો.કો.અશોકભાઈ, તથા પો.કો. ભુપતભાઇ બાતમી હકીકતવાળી ગાડીને નાકાબંધી કરી રોકતા ચાલક મકસુંદભાઈ ઈકબાલભાઈ મેમણ રહે.વટવા,અમદાવાદ, અફઝલ ઈકબલભાઈ અંસારી રહે,સરસપુર અમદાવાદ બેઠેલ હોઇ જે ગાડી પો.સ્ટે. લાવી પંચો રૂબરૂ ચેક કરતાં તેમાં ખાલી કેરેટ ભરેલ જેના આગળના ભાગે ગાડીના કેબીન પાસે બનાવેલ ચોર ખાનામાંથી ગે.કા.વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ-૪૬ કુલ બોટલ નંગ- ૭૪૩ કુલ કિ.રૂ. ૨,૩૦,૦૦૦ તથા ગાડી કિ.રૂ. ૩,૦૦,૦૦૦ તથા મોબાઇલ-૨ કી.રૂ. ૧૦,૦૦૦ એમ મળી કુલ કિ.રૂ. ૫,૪૦,૦૦૦/- નો મુદામાલ મળતાં માલ મંગાવનાર અને ભરાવનાર સમીર કૌસરઅલી અંસારી રહે,જુહાપુરા અમદાવાદ વિરુદ્ધ કાયદેસર કરેલ છે.