પર્વ@ગુજરાતઃ આજે આઠમની પલ્લી અને નૈવેધ માટે શ્રધ્ધાળુઓનો ઉત્સાહ, માંની કૃપા માટે આજીજી

અટલ સમાચાર, મહેસાણા (કિરણબેન ઠાકોર) આજે આસો સુદ આઠમ અને નવરાત્રીનું આજે આઠમું નોરતુ છે. આ આઠમા નોરતાને હવનાષ્ટમી અને દુર્ગાષ્ટમી પણ કહેવાય છે. આજના દિવસે સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર માતાજીના હવન, નૈવેદ્ય, પુજા, પાઠ કરવામાં આવે છે. તેમજ પ્રાચીન-અર્વાચીન ગરબી મંડળો દ્વારા રાસ-ગરબાના આયોજનો થાય છે. રાસ- ગરબાની રમઝટ સાથે નવરાત્રી ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાવામાં
 
પર્વ@ગુજરાતઃ આજે આઠમની પલ્લી અને નૈવેધ માટે શ્રધ્ધાળુઓનો ઉત્સાહ, માંની કૃપા માટે આજીજી

અટલ સમાચાર, મહેસાણા (કિરણબેન ઠાકોર)

આજે આસો સુદ આઠમ અને નવરાત્રીનું આજે આઠમું નોરતુ છે. આ આઠમા નોરતાને હવનાષ્ટમી અને દુર્ગાષ્ટમી પણ કહેવાય છે. આજના દિવસે સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર માતાજીના હવન, નૈવેદ્ય, પુજા, પાઠ કરવામાં આવે છે. તેમજ પ્રાચીન-અર્વાચીન ગરબી મંડળો દ્વારા રાસ-ગરબાના આયોજનો થાય છે. રાસ- ગરબાની રમઝટ સાથે નવરાત્રી ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાવામાં આવે છે. આ ઉપરાંત સંતો, મહંતો અને ભક્તજનો દ્વારા નવરાત્રી દરમિયાન અનુષ્ઠાનો પણ યોજાવામા આવે છે. અને અનેક વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાવામાં આવે છે. ગુજરાતમાં આજનો દિવસ માતાજી માટે ખાસ ગણાવામાં આવે છે. લોકો સમગ્ર ગામની કે પછી પોતાના શેરી મહોલ્લાના દેવી દેવતાઓના નૈવેધ કરી માતાજીને પ્રસન્ન કરતાં હોય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતની પ્રાચીન ગરબીઓ સાથે એક માણસ આગળ ગરબીઓનો લાંબો સૂર તાણે છે અને અનેક લોકો આ સૂર પૂરાવા માટે પાછળ ગરબીઓ ગાતાં હોય છે. આમ આ ગરબીઓ ગાંતા માતાજી એવા કાળકા માં, શિતળા માતાજી, તથા જોગણી માતાજી અને ચુડેલ માતાજીના મંદિરે જઇ નૈવેધ અને પૂજા અર્ચના કરતાં હોય છે. કોરોના સંકટ વચ્ચે પણ આ વર્ષે આ માનતાઓ પુરી કરવા માટે રોડ ઉપર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ગરબીઓ સાથે લોકો અબીલ ગુલાલ ઉડાડીને માતાજીને રાજી કરવા માટે મંદિરે પહોંચતા હોય છે.

પર્વ@ગુજરાતઃ આજે આઠમની પલ્લી અને નૈવેધ માટે શ્રધ્ધાળુઓનો ઉત્સાહ, માંની કૃપા માટે આજીજી
filephoto

આ વર્ષે કોરોના સંકટ હોવાથી નવરાત્રીના ગરબા બંધ છે. પરંતુ આ આસોની આઠમે ઘણા લોકો શહેરમાં રહેતા હોવાથી પણ પોતાના ગામડે માદરે વતને આવી માતાજીની માનતાઓ પુરી કરતાં હોય છે. આ સાથે ભારતની ભુમિ એક પ્રાચીનતાથી વિશ્વમાં પ્રખ્યાત હોવાથી પણ એક અલગ ઓળખ તરી આવે છે. કોરોના સંકટ વચ્ચે પણ લોકો પોતાની કુળદેવી માતાજીને વર્ષે એકવાર નૈવેધ કરવા માટે દૂર દૂરથી પણ ગામડે આવી માતાજીની પલ્લીઓ ભરતાં હોય છે.