ગંભીર@પાટડી: નરેગામા ફરીથી તપાસ રિપોર્ટ અધૂરો, વહીવટી નિષ્ફળતાના સવાલો

અટલ સમાચાર, ડેસ્ક સુરેન્દ્રનગર જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા નરેગાના કામ સંદર્ભે તપાસ સોંપવામાં આવી હતી. પાટડી તાલુકા પંચાયત અને ડીડીપીસી સહિતની તપાસ ટીમનો બીજો રિપોર્ટ અધૂરો આવ્યો છે. આથી નિયામકે ફરી એકવાર સંપૂર્ણ તપાસ રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યા છે. વારંવાર અધૂરો રીપોર્ટ આપતા વહીવટી નિષ્ફળતાના સવાલો ઉભા થયા છે. પાટડી તાલુકાના સુરેલ ગામે
 
ગંભીર@પાટડી: નરેગામા ફરીથી તપાસ રિપોર્ટ અધૂરો, વહીવટી નિષ્ફળતાના સવાલો

અટલ સમાચાર, ડેસ્ક

સુરેન્દ્રનગર જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા નરેગાના કામ સંદર્ભે તપાસ સોંપવામાં આવી હતી. પાટડી તાલુકા પંચાયત અને ડીડીપીસી સહિતની તપાસ ટીમનો બીજો રિપોર્ટ અધૂરો આવ્યો છે. આથી નિયામકે ફરી એકવાર સંપૂર્ણ તપાસ રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યા છે. વારંવાર અધૂરો રીપોર્ટ આપતા વહીવટી નિષ્ફળતાના સવાલો ઉભા થયા છે.

પાટડી તાલુકાના સુરેલ ગામે નરેગા હેઠળ આંગણવાડી બનાવવામાં આવી હતી. જેમાં કથિત જોબ કાર્ડ ધારકોને નામે પેટા કોન્ટ્રાક્ટના માણસોએ કામ કર્યાની વાત સામે આવી હતી. જેની તપાસ કરવા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકે આદેશ કર્યો હતો.

આ પછી નરેગાના ડીડીપીસી અને પાટડી ટીડીઓ સહિતની ટીમે બબ્બે તપાસ રિપોર્ટમાં નિષ્કાળજી દાખવી હોવાનું સામે આવ્યું છે. બે વખત અધૂરો રિપોર્ટ આવતાં નિયામકે ફરીથી ખૂટતું પૂર્ણ કરી રજૂ કરવાં તપાસ ટીમને જણાવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, જોબ કાર્ડ ધારકોના કામ વખતના ફોટા રજૂ કરવામાં આવે તો મામલો વધુ સ્પષ્ટ બની શકે છે.