પાટણઃ 1442 પોસ્ટર-ભીંત લખાણ દુર કરવામાં આવ્યા

અટલ સમાચાર, પાટણ પાટણ જિલ્લામાં 03-પાટણ લોકસભાની સામાન્ય ચૂંટણી-2019 સંદર્ભે જિલ્લા ચુંટણી અધિકારી આનંદ પટેલની રાહબર હેઠળ પાટણ જિલ્લામાં આચારસંહિતાનો ચુસ્ત અમલ કરવામાં આવી રહયો છે. તે અંતર્ગત આજે પાટણ જિલ્લામાંથી ભીંત લખાણ જાહેર મિલ્કતના- 411 અને ખાનગી મિલ્કતના- 7, પોસ્ટરના જાહેર મિલ્કતના 183 અને ખાનગી મિલ્કતના-૦૨, બેનરના જાહેર મિલ્કતના-૨૦૪ અને ખાનગી મિલ્કતના-03 અને અન્યના
 
પાટણઃ 1442 પોસ્ટર-ભીંત લખાણ દુર કરવામાં આવ્યા

અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્‍લામાં 03-પાટણ લોકસભાની સામાન્‍ય ચૂંટણી-2019 સંદર્ભે જિલ્‍લા ચુંટણી અધિકારી આનંદ પટેલની રાહબર હેઠળ પાટણ જિલ્લામાં આચારસંહિતાનો ચુસ્ત અમલ કરવામાં આવી રહયો છે. તે અંતર્ગત આજે પાટણ જિલ્લામાંથી ભીંત લખાણ જાહેર મિલ્કતના- 411 અને ખાનગી મિલ્કતના- 7, પોસ્ટરના જાહેર મિલ્કતના 183 અને ખાનગી મિલ્કતના-૦૨, બેનરના જાહેર મિલ્કતના-૨૦૪ અને ખાનગી મિલ્કતના-03 અને અન્યના જાહેર મિલ્કતના- 663 ખાનગી મિલ્કત-01 એમ કુલ જાહેર મિલ્કત-1429 અને ખાનગી મિલ્કતના 13
સામગ્રીઓ દુર કરવામાં આવી હતી.

કાંકરેજ વિધાનસભા મતવિસ્તારના તમામ ચૂંટણી સાથે સંકળાયેલ અધિકારી અને કર્મચારી સાથે જિલ્લા ચૂંટણી અધિકારીએ મીટીંગ કરી આચાસંહિતાની કામગીરી તથા અન્ય તમામ કામગીરી બાબતે રીવ્યુ લેવામાં આવ્યો. પાટણ જિલ્લામાં આદર્શ આચારસંહિતા બાબતે અત્યાર સુધી કોઇ ફરિયાદ નોંધાયેલ નથી.