પાટણઃ અટલ બિહારી વાજપાયીના જન્મદિવસ નિમિત્તે કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, પાટણ તા.25 ડિસેમ્બર પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન સ્વ. અટલ બિહારી વાજપાઈના જન્મદિવસ નિમિત્તે પાટણના એ.પી.એમ.સી. શાકમાર્કેટ ખાતે સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન વિભાગના મંત્રી વાસણભાઈ આહિરની ઉપસ્થિતિમાં સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાયો. જેમાં મહાનુભાવોના હસ્તે સાત પગલા ખેડૂત કલ્યાણના અંતર્ગત વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયના ચેક તથા કિટનું
 
પાટણઃ અટલ બિહારી વાજપાયીના જન્મદિવસ નિમિત્તે કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, પાટણ

તા.25 ડિસેમ્બર પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન સ્વ. અટલ બિહારી વાજપાઈના જન્મદિવસ નિમિત્તે પાટણના એ.પી.એમ.સી. શાકમાર્કેટ ખાતે સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન વિભાગના મંત્રી વાસણભાઈ આહિરની ઉપસ્થિતિમાં સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાયો. જેમાં મહાનુભાવોના હસ્તે સાત પગલા ખેડૂત કલ્યાણના અંતર્ગત વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયના ચેક તથા કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સ્વ. અટલ બિહારી વાજપાઈને કૃષિ સુધારણાના સુત્રધાર જણાવી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કૃષિ ક્ષેત્રના વિકાસ માટે કેન્દ્ર સરકારની નિતિઓ અને નવીન કૃષિ સંશોધન બિલ અંગે ખેડૂતોને વર્ચ્યુઅલ માધ્યમથી માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કૃષિ વિકાસની કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું. પ્રધાનમંત્રી દ્વારા ડિઝીટલ બટન દબાવી દેશભરના 9 કરોડ ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રકમ જમા કરાવી, જેમાં પાટણ જિલ્લાના અંદાજે 2 લાખ ખેડૂતોના ખાતામાં રૂ.40 કરોડની સહાય સીધા જ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી.

આ પ્રસંગે મંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું કે, ભારતનું ગૌરવ એવા સ્વ. અટલ બિહારી વાજપાઈના જન્મદિવસ નિમિત્તે આજે દેશભરમાં સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે કિસાન કલ્યાણના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જગતના તાતની આવક બમણી કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા રાજ્યનો કૃષિ વિભાગ સતત કાર્યરત રહ્યો છે.

કિસાન કલ્યાણ કાર્યક્રમમાં પાટણ તાલુકાના ૨૩ લાભાર્થીઓને સાત પગલા ખેડૂત કલ્યાણના યોજનામાં પાક સંગ્રહ સ્ટ્રક્ચર, કિસાન પરિવહન, છત્રીઓ, જીવામૃત કિટ, ઉપરાંત માનવ કલ્યાણ યોજના અંતર્ગત કિટ તથા સમાજ કલ્યાણ વિભાગના લાભાર્થીઓને મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે કિટ તથા સહાયના ચેકનું વિતરણ કરી લાભાન્વિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં મંત્રીએ અમૃત આહાર મહોત્સવ અભિયાન હેઠળ ઓર્ગેનિક હાટનો રિબીન કાપીને શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખ, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ, સંયુક્ત બાગાયત નિયામક એફ.કે.મોઢ, જિલ્લા સંગઠન પ્રભારીમયંકભાઈ નાયક, સંગઠન મહામંત્રી ભાવેશભાઈ પટેલ, એ.પી.એમ.સી. શાકમાર્કેટના ચેરમેન મનોજભાઈ પટેલ સહિતના હોદ્દેદારઓ, પદાધિકારીઓ તથા વહિવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.