પાટણઃ કલેકટરની અધ્યક્ષતામાં પ્રિ-મોનસુનની કામગીરીની સમીક્ષા

અટલ સમાચાર, પાટણ આગામી ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને અતિવૃષ્ટીની સ્થિતીમાં લોકોના જાન-માલનું રક્ષણ કરી શકાય તે માટે પાટણ જિલ્લાના વહીવટીતંત્રને તમામ આગોતરી વ્યવસ્થાઓ અને પ્રબંધન ગોઠવવા જિલ્લા કલેકટર આનંદ પટેલે જિલ્લાના સંબધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો. ચોમાસા દરમિયાન નાળા, કાંસ, પેટા કેનાલ જેવા પાણી નિકાલના માર્ગોની સફાઈ કરી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય તે
 
પાટણઃ કલેકટરની અધ્યક્ષતામાં પ્રિ-મોનસુનની કામગીરીની સમીક્ષા

અટલ સમાચાર, પાટણ

આગામી ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને અતિવૃષ્ટીની સ્થિતીમાં લોકોના જાન-માલનું રક્ષણ કરી શકાય તે માટે પાટણ જિલ્લાના વહીવટીતંત્રને તમામ આગોતરી વ્યવસ્થાઓ અને પ્રબંધન ગોઠવવા જિલ્લા કલેકટર આનંદ પટેલે જિલ્લાના સંબધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

ચોમાસા દરમિયાન નાળા, કાંસ, પેટા કેનાલ જેવા પાણી નિકાલના માર્ગોની સફાઈ કરી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય તે સુનિશ્ચિત કરવા સિંચાઈ વિભાગ, નર્મદા યોજનાના અધિકારીઓને તથા રેલ્વેના અંડરપાસમાં ભરાતા પાણીના નિકાલ માટે રેલવે વિભાગ સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ. સાથે સાથે વરસાદમાપક યંત્ર, ડી-વોટરીંગ પંપ વગેરે યોગ્ય હાલતમાં છે કે કેમ તેની ચકાસણી કરવા જણાવ્યુ હતું. વિભાગો પાસે રહેલા બુલડોઝર, ટ્રેકટર વગેરે તથા ઉપયોગમાં લઈ શકાય તેવા ખાનગી માલિકીના વાહનોની યાદી અદ્યતન કરવા, પૂરની સ્થિતીમાં લોકોને સલામત સ્થળોએ ખસેડી શકાય તે માટેના આશ્રયસ્થાનો આઈડેન્ટીફાઈ કરી સંલગ્ન સુવિધાઓની યોગ્ય વ્યવસ્થા કરવા કલેક્ટરએ સુચનો કર્યા હતા.

અતિવૃષ્ટીની સ્થિતીમાં પૂરમાં ફસાયેલા નાગરીકોના બચાવ માટેના લાઈફ બોટ, લાઈફ જેકેટ્સ જેવા સંસાધનોની યોગ્યતાની ચકાસણી, તરવૈયાઓની ટુકડીનું ગઠન તથા સંકટ સમયે વોલેન્ટીયર તરીકે કામ કરતા આપદામિત્રની યાદી તેમના સંપર્કના નંબરો સાથે અદ્યતન કરવા, અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચવાના વૈકલ્પિક માર્ગો અંગેની માહિતી તૈયાર રાખવા, જિલ્લામાં નદીઓના પૂરથી સંભવિત અસરથી અસરગ્રસ્ત થતા ગામો માટે માસ્ટર પ્લાન તૈયાર રાખવા પણ જણાવ્યું હતુ. આ ઉપરાંત પાણી ઓસર્યા બાદ રોગચાળાની સ્થિતી ન ઉભી થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ-ફોગીંગ, હોસ્પિટલો અને આપત્તિ વ્યવસ્થાપન જેવી બાબતો અંગે યોગ્ય સંકલન ગોઠવવા તાકીદ કરી હતી.

પૂરની સ્થિતિ વચ્ચે કોમ્યુનિકેશન પ્લાન તથા વિભાગોના આંતરીક સંકલનને હોનારત સામે લડવા સૌથી મજબુત પાસુ ગણાવતા કલેક્ટર આનંદ પટેલે વર્ષ ૨૦૧૭માં આવેલા વિનાશક પૂર સમયે જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા બચાવ અને રાહતની ખુબ સુંદર કામગીરી કરી અસરગ્રસ્તોને પૂરતી સહાય તથા સલામતીની અસરકારક કામગીરીને યાદ કરી હતી. તથા આ વર્ષે તેટલી જ સક્ષમ તૈયારીઓ રાખવા તંત્રને સુચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખ, પ્રાંત અધિકારીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.