પાટણ: પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત ખાસ ઝુંબેશ શરૂ

અટલ સમાચાર,પાટણ પાત્રતા ધરાવતા ખેડૂતોને ૧૫ જુલાઈ સુધીમાં ઑનલાઈન અરજી કરવા જિલ્લા વિકાસ અધિકારીનો અનુરોધ ખેડુત પરિવારોની ન્યુનત્તમ આવક સુનિશ્વિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા “પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ”યોજના અમલમા મુકવામા આવેલી છે. આ યોજના હેઠળ ૨.૦૦ હેકટર સુધીની જમીન ધરાવતા નાના અને સિમાંત ખેડુત પરિવારોને વાર્ષિક રૂ.૬૦૦૦/- આપવાની જોગવાઇ કરવામાં આવેલી હતી. ભારત સરકાર
 
પાટણ: પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત ખાસ ઝુંબેશ શરૂ

અટલ સમાચાર,પાટણ

પાત્રતા ધરાવતા ખેડૂતોને ૧૫ જુલાઈ સુધીમાં ઑનલાઈન અરજી કરવા જિલ્લા વિકાસ અધિકારીનો અનુરોધ

ખેડુત પરિવારોની ન્યુનત્તમ આવક સુનિશ્વિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા “પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ”યોજના અમલમા મુકવામા આવેલી છે. આ યોજના હેઠળ ૨.૦૦ હેકટર સુધીની જમીન ધરાવતા નાના અને સિમાંત ખેડુત પરિવારોને વાર્ષિક રૂ.૬૦૦૦/- આપવાની જોગવાઇ કરવામાં આવેલી હતી. ભારત સરકાર દ્વારા આ યોજનાની શરતોમાં સુધારો કરી ૨.૦૦ હેકટરની જમીન મર્યાદા હટાવી યોજનાનો વ્યાપ વધારી વધુમાં વધુ ખેડુત પરિવારોને લાભ આપવા નક્કી કરવામા આવ્યું છે.

જીલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખ દ્વારા ડીજીટલ ગુજરાત પોર્ટલ ઉપર ઑનલાઇન અરજી કરવા પાટણ જીલ્લામાં ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ યોજનાનો લાભ મેળવવા દરેક ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટી અને વી.સી.ઇ. દ્વારા અરજી ઑનલાઇન કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

ઑનલાઇન અરજી માટે ખેડુતે અરજી કરતી વખતે ૭/૧૨, ૮અ, આધારકાર્ડની નકલ અને બેંક પાસબુકની ઝેરોક્ષ નકલ આપવાની રહેશે. બેંક ખાતામાં આધારકાર્ડ લીંક એટલે કેઆધાર સીડીંગ હોવું ફરજીયાત છે. આ યોજનામાં ખેડુત પરિવારને લાભ આપવાનો થતો હોઇ પરિવારની વ્યાખ્યામાં ખેડુત પતિ,પત્નિ તેમજ સગીર બાળકોનો સમાવેશ ખેડુત કુટુમ્બમાં કરવામાં આવ્યો છે.

પાત્રતા ધરાવતા જે ખેડુત પરિવારોએ હજુ સુધી અગાઉ અરજી કરી ના હોય તેમને ૧૫ જુલાઇ સુધીમાં ઑનલાઇન અરજી કરવા ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટી અને વી.સી.ઇ.નો સંપર્ક કરવા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

વધુમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં નક્કી કરવામાં આવેલા બિનપાત્રતાના ધોરણોમાં ખેડુત પરિવારમાંથી કોઇ વૈધાનિક પદ ધરાવતા હોય, પૂર્વ કે હાલના મંત્રી,રાજ્ય મંત્રી,સાંસદ,ધારાસભ્ય, મ્યુનિસીપલ કોર્પોરેશનના મેયર, પૂર્વ કે હાલના જિલ્લા પંચાયતના પ્રમુખ, વર્ગ-૪ સિવાયના તમામ કેંદ્ર કે રાજ્ય સરકારશ્રીના કર્મચારીઓ કે અધિકારીઓ,છેલ્લા એક વર્ષ દરમ્યાન આવકવેરો ભરેલો હોય તેવા ખેડુત પરિવાર, પરિવારમાંથી કોઇ ડોક્ટર,એન્જીનીયર,ચાર્ટ્ડ એકાઉન્ટન્ટ કે આર્કિટેક્ટ હોય તેવા પરિવારોનો સમાવેશ થઇ શકશે નહિ.જે ધ્યાને લઇ આ યોજનામાં સમાવિષ્ટ થવા પાત્રતા ધરાવતા જીલ્લાના તમામ ખેડુતોને સમય મર્યાદામાં અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.