પાટણઃ પેટ્રોલ પંપ, હોટલો અને ટોલ પ્લાઝા પર CCTV કેમેરા લગાવવા સુચન

અટલ સમાચાર, પાટણ, મહેસાણા પાટણના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.જી.પ્રજાપતિએ એક જાહેરનામામાં જણાવ્યું છે કે, ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની (સને. ૧૯૭૪ ના નં.૨) ની કલમ-૧૪૪ મુજબ પાટણ જિલ્લાની મહેસુલી હદમાં આવેલ તમામ પેટ્રોલ પંપો/હોટલો તથા ટોલ પ્લાઝા ઉપર સી.સી.ટી.વી. લાગશે. રાત્રે મદદરૂપ થઈ શકે તેવા નાઇટ વિઝન (નાઇટ વિઝન તથા હાઇ ડેફીનેશન) વીથ રેકોર્ડીંગ સીસ્ટમની વ્યવસ્થા
 
પાટણઃ પેટ્રોલ પંપ, હોટલો અને ટોલ પ્લાઝા પર CCTV કેમેરા લગાવવા સુચન

અટલ સમાચાર, પાટણ, મહેસાણા

પાટણના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.જી.પ્રજાપતિએ એક જાહેરનામામાં જણાવ્‍યું છે કે, ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની (સને. ૧૯૭૪ ના નં.૨) ની કલમ-૧૪૪ મુજબ પાટણ જિલ્લાની મહેસુલી હદમાં આવેલ તમામ પેટ્રોલ પંપો/હોટલો તથા ટોલ પ્લાઝા ઉપર સી.સી.ટી.વી. લાગશે. રાત્રે મદદરૂપ થઈ શકે તેવા નાઇટ વિઝન (નાઇટ વિઝન તથા હાઇ ડેફીનેશન) વીથ રેકોર્ડીંગ સીસ્ટમની વ્યવસ્થા તેમજ હોટલોમાં રીસેપ્શન કાઉન્ટર ઉપર લગાવવા જણાવ્યું છે. સીસીટીવીમાં કેપ્ચર થયેલ ડેટા છ માસ સુધી સાચવી પેટ્રોલપંપ અને હોટલોએ સાચવી રાખવા પડશે. જે ડેટાનો જરૂર પડે માગણી સમયે પોલીસને આપવાનો રહેશે. આ હુકમ પાટણ જિલ્‍લાના સમગ્ર મહેસુલી વિસ્‍તાર માટે લાગુ પાડવામાં આવ્યો છે. આ જાહેરનામું તા.૦૧/૦૬/૨૦૧૯ થી તા. ૩૧/૦૭/૨૦૧૯ સુધી અમલી રહેશે.

ગંભીર અનડીટેકટેડ ગુનાઓના ઇન્વેસ્ટીગેશન દરમિયાન ગુનેગારોને શોધી કાઢવા માટે હાઇવેના દરેક હોટલ, પેટ્રોલ પંપ, ટોલ પ્લાઝા, બેંકો, મંદિરો વગેરે સ્થળો ઉપર સી.સી.ટી.વી. કેમેરા વીથ રેકોર્ડીંગ સીસ્ટમ હોવી જોઇએ. હાઇવે ઉપરની હોટલો અને પેટ્રોલ પંપો ઉપર આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવાથી ગુનેગારોને પકડી શકાય. ગુનાઓ ડીટેકટ થાય તો ગુનેગારો વધુ ગુના કરતા અટકે છે. આ રીતે નાગરિકોના જાન અને માલનો બચાવ કરી શકાય છે. જેથી આ પ્રકારની ઘટનાઓ ન બને અથવા બનતા તો ગુનેગાર ઈસમોની હરકત જાણી ઝડપી કાર્યવાહીમાં મદદરૂપ બની જરૂરી પગલા લેવા ઉપયોગી બનશે. આ હુકમનો ભંગ ઉલ્‍લંધન કરનારને ફોજદારી અધિનિયમ મુજબ શિક્ષાને પાત્ર થશે.