પાટણ: સાંતલપુરના યુવાને ઉઘરાણીથી ત્રાસી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર

અટલ સમાચાર, પાટણ સાંતલપુર તાલુકાના ગાંજીસરમાં બેન્ક ધિરાણની ઉઘરાણીથી કંટાળી યુવાન ઘરના મોભ સાથે દોરડું બાંધી આપધાત કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ છે. દોરડું બાંધી આપધાત કરતી વખતે યુવાનનો પગ વાસણો સાથે અથડાતાં જાગી ગયેલા પરિવાર દોરડું કાપી બચાવી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પાટણ
 
પાટણ: સાંતલપુરના યુવાને ઉઘરાણીથી ત્રાસી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર

અટલ સમાચાર, પાટણ

સાંતલપુર તાલુકાના ગાંજીસરમાં બેન્ક ધિરાણની ઉઘરાણીથી કંટાળી યુવાન ઘરના મોભ સાથે દોરડું બાંધી આપધાત કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ છે. દોરડું બાંધી આપધાત કરતી વખતે યુવાનનો પગ વાસણો સાથે અથડાતાં જાગી ગયેલા પરિવાર દોરડું કાપી બચાવી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના ગાંજીસર ગામના એક યુવકે તેની બાકી બેંક લોનની ઉઘરાણી માટે આવતા પોલીસ કર્મીના કથિત માનસિક ત્રાસ અને રૂ. 20 હજારની માંગણીથી કંટાળી જઇ ગળે ફાંસો ખાઇ આપઘાત કરવાની કોશિષ કરી હતી. યુવકને તાત્કાલિક ધારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ આ અંગે વારાહી પોલીસ મથકે જાણવા જોગ દાખલ થતાં પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

ગાંજીસર ગામના 40 વર્ષીય હેમચંદભાઇ પુનાભાઇ ઠાકોરે સોમવારે રાત્રે બે ત્રણ વાગ્યાના સુમારે તેમના ઘરમાં મોભ સાથે દોરડું બાંધી ગળે ટુંપો ખાવા માટે લટકી ગયા હતા પણ તે પછી તરફડીયા મારવા લાગતાં પગ અથડાતાં વાસણો નીચે પડતાં તેના અવાજથી તેમના પત્ની લીલાબેન અને દિકરો બળવંત સહીત જાગી ગયા હતા અને દિકરાએ દાતરડા વડે દોરડું કાપી નાખી નીચે ઉતાર્યા હતા.

યુનીયન બેંક રાધનપુરથી પાક ધીરાણ ચાર વર્ષ અગાઉ લીધું હતું પણ નબળી હાલત અને ગયા વર્ષના દુકાળના લીધે હપ્તા ભરી શક્યા નહોતા. જેમાં બેંકે કેસ કરતાં રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રામાભાઇ ચૌધરી તેમના ઘરે અવારનવાર ઉઘરાણી આવતા હતા અને લોન નહી ભરોતો પકડીને થાણામાં પૂરી દઇશ તેવી ધમકી આપતા હતા.