પાટણઃ કૃષિ સહાય પેકેજ માટે 31 ડીસેમ્બર સુધી અરજી સ્વિકારવાની શરૂઆત

અટલ સમાચાર, પાટણ ખરીફ ઋતુમાં કમોસમી વરસાદ તેમજ કરા પડવા જેવી ઘટનાઓના કારણે જિલ્લાના ખેડૂતોને પાક ઉત્પાદનમાં નુકશાન સામનો કરવો પડ્યો છે. આ સંજોગોમાં ખેડૂતોને મદદરૂપ થવા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કૃષિ સહાય પેકેજ માટે ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ કાર્યરત વી.સી.ઈ મારફત આગામી 31 ડીસેમ્બર સુધી ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઑનલાઈન અરજી કરી શકશે.
 
પાટણઃ કૃષિ સહાય પેકેજ માટે 31 ડીસેમ્બર સુધી અરજી સ્વિકારવાની શરૂઆત

અટલ સમાચાર, પાટણ

ખરીફ ઋતુમાં કમોસમી વરસાદ તેમજ કરા પડવા જેવી ઘટનાઓના કારણે જિલ્લાના ખેડૂતોને પાક ઉત્પાદનમાં નુકશાન સામનો કરવો પડ્યો છે. આ સંજોગોમાં ખેડૂતોને મદદરૂપ થવા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કૃષિ સહાય પેકેજ માટે ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ કાર્યરત વી.સી.ઈ મારફત આગામી 31 ડીસેમ્બર સુધી ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઑનલાઈન અરજી કરી શકશે.

રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા કરવામાં આવેલા ઠરાવ અન્વયે ખેડૂતોને ખેતી પાકોમાં થયેલ નુકશાન અંગે કૃષિ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ખરીફ ઋતુમાં કમોસમી વરસાદ તેમજ કરા પડવા જેવી ઘટનાઓના કારણે ખેતીમાં થયેલા નુકશાન બદલ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી કૃષિ સહાય માટે ઑનલાઈન અરજી કરવા માટેનું ડિજીટલ ગુજરાત પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.

કૃષિ સહાય પેકેજનો લાભ લેવા ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ કાર્યરત વી.સી.ઈ પાસે ગામ નમુના ૦૭/૧૨ અને ૦૮-અ ની અસલ નકલ, બેંક પાસબુકની નકલ, આધાર કાર્ડની નકલ, પાક વાવેતરનો તલાટી દ્વારા આપવામાં આવેલો દાખલો, સંયુક્ત ભાગીદારીના કિસ્સામાં કબુલાતનામું તથા ખેડૂતના મોબાઈલ નંબર સાથે તા.૩૧ ડીસેમ્બર સુધીમાં ઑનલાઈન અરજી કરવાની રહેશે. આ અંગે વધુ માહિતી માટે ગામના તલાટી કમ મંત્રી, ગ્રામ સેવક અથવા ખેતીવાડી વિભાગનો સંપર્ક કરવો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

હાલ દરેક ગ્રામ પંચાયત ખાતે વી.સી.ઈ. મારફત ઑનલાઈન અરજી પ્રક્રિયા ચાલુ છે. પાટણ જિલ્લાના ખેડૂતોને પાક નુકશાની બદલ કૃષિ સહાય પેકેજનો લાભ લેવા સત્વરે ઑનલાઈન અરજી કરવા ખેતીવાડી વિભાગ દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.