પાટણઃ પેટ્રોલપંપ-હોટલો પર CCTV કેમેરા લગાવવા જાહેરનામું

અટલ સમાચાર, પાટણ પાટણના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટર બી.જી.પ્રજાપતિએ જણાવ્યુંછે કે, ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ મુજબ પાટણ જિલ્લાની મહેસુલી હદમાં આવેલ તમામ પેટ્રોલ પંપો, હોટલો તથા ટોલ પ્લાઝા ઉપર સી.સી.ટી.વી. નાઇટ વિઝન વીથ રેકોર્ડીંગ સીસ્ટમની વ્યવસ્થા તેમજ હોટલોમાં રીસેપ્શન કાઉન્ટર ઉપર લગાવવા તેમજ ડેટા છ માસ સુધી સાચવી રાખવો. સદરહું ડેટા પોલીસ અધિકારી તરફથી માગણી કર્યે
 
પાટણઃ પેટ્રોલપંપ-હોટલો પર CCTV કેમેરા લગાવવા જાહેરનામું

અટલ સમાચાર, પાટણ

પાટણના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટર બી.જી.પ્રજાપતિએ જણાવ્યુંછે કે, ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ મુજબ પાટણ જિલ્લાની મહેસુલી હદમાં આવેલ તમામ પેટ્રોલ પંપો, હોટલો તથા ટોલ પ્લાઝા ઉપર સી.સી.ટી.વી. નાઇટ વિઝન વીથ રેકોર્ડીંગ સીસ્ટમની વ્યવસ્થા તેમજ હોટલોમાં રીસેપ્શન કાઉન્ટર ઉપર લગાવવા તેમજ ડેટા છ માસ સુધી સાચવી રાખવો.

સદરહું ડેટા પોલીસ અધિકારી તરફથી માગણી કર્યે આપવાનો રહેશે. આ હુકમ પાટણ જિલ્લાથના સમગ્ર મહેસુલી વિસ્તાકર માટે લાગુ પડશે તથા આ જાહેરનામું તા.૦૧/૧૨/૨૦૧૯ થી તા. ૩૧/૦૧/૨૦૨૦ સુધી અમલી રહેશે. ગંભીર અનડીટેકટેડ ગુનાઓના ઇન્વેસ્ટીગેશન દરમ્યાન ગુનેગારોને શોધી કાઢવા માટે હાઇવેના દરેક હોટલ, પેટ્રોલ પંપ, ટોલ પ્લાઝા, બેંકો, મંદિરો વગેરે સ્થળો ઉપર સી.સી.ટી.વી. કેમેરા વીથ રેકોર્ડીંગ સીસ્ટમ હોવી જોઇએ.

હાઇવે ઉપરની હોટલો અને પેટ્રોલ પંપો ઉપર આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવાથી ગુનેગારોને પકડી શકાય. ગુનાઓ ડીટેકટ થાય તો ગુનેગારો વધુ ગુના કરતા અટકે છે. આ રીતે નાગરિકોના જાન અને માલ બચે છે. જેથી આ પ્રકારની ઘટનાઓ ન બને તથા અને બને તો આવા ઈસમોની હરકત જાણી શકાય તે હેતુસર જાહેરનામા મુજબના પગલા લેવા જરૂરી બને છે.