પાટણઃ જોઈન્ટ સેક્રેટરીના અધ્યક્ષસ્થાને જળશક્તિ અભિયાન અંગેની સમીક્ષા બેઠક યોજાઈ

અટલ સમાચાર, પાટણ પાટણ કલેક્ટર કચેરી વિડિયો કોન્ફરન્સ હોલ ખાતે ભારત સરકારના નોડલ ઓફિસર જોઈન્ટ સેક્રેટરી રીના એસ. પુરીના અધ્યક્ષસ્થાને જળ શક્તિ અભિયાન અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જુદા જુદા વિભાગો દ્વારા જળ શક્તિ અભિયાન અંગેની યોજનાઓ અંગેનું પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતુ. આ બેઠકમાં જોઈન્ટ સેક્રેટરીએ જુદા જુદા વિભાગોની પાણી બચાવો અંગેની
 
પાટણઃ જોઈન્ટ સેક્રેટરીના અધ્યક્ષસ્થાને જળશક્તિ અભિયાન અંગેની સમીક્ષા બેઠક યોજાઈ

અટલ સમાચાર, પાટણ

પાટણ કલેક્ટર કચેરી વિડિયો કોન્ફરન્સ હોલ ખાતે ભારત સરકારના નોડલ ઓફિસર જોઈન્ટ સેક્રેટરી રીના એસ. પુરીના અધ્યક્ષસ્થાને જળ શક્તિ અભિયાન અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જુદા જુદા વિભાગો દ્વારા જળ શક્તિ અભિયાન અંગેની યોજનાઓ અંગેનું પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતુ.

આ બેઠકમાં જોઈન્ટ સેક્રેટરીએ જુદા જુદા વિભાગોની પાણી બચાવો અંગેની યોજનાઓ અંગેની સમીક્ષા કરી હતી. પાટણ જિલ્લામાં સુજલામ્-સુફલામ્, નર્મદા અને ટ્યુબવેલ દ્વારા પાણી પુરવઠો ઉપલબ્ધ કરવામાં આવે છે અને વરસાદના પાણીનો સંગ્રહ કેવી રીતે કરવો, તે પાણીનો ફરીથી ઉપયોગ થાય તે માટે શું શું કરવુ જોઈએ, ગામનું પાણી ગામ અને ખેતરનું પાણી ખેતરમાં રહે તે પ્રકારની કામગીરી હાથ ધરવા અનુરોધ કર્યો હતો.

પાણી બચાવવા માટે મનરેગા દ્વારા થયેલ કામગીરી, બોરવેલ રિચાર્જ, વન વિભાગ દ્વારા થયેલ કામગીરી, ખેત તલાવડી, તળાવો ઉંડા કરવા, ચેકડેમ બનાવવા, આડબંધ બાંધવા, ખેડૂતો દ્વારા સ્પ્રિંકલ ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા પાણીનો ઉપયોગ, હોલિયા દ્વારા પાણીનો સંગ્રહ, સુએઝ પ્લાન્ટ, આત્મા દ્વારા થયેલ કામગીરી, જમીનના પ્રકાર પ્રમાણે પાકની ફેરબદલી કરવા અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. થયેલ કામગીરી અને કરવાની થતી કામગીરી અંગેના જરૂરી સુચનો રજુ કર્યા હતા. સાથે સાથે અધિકારીઓ તરફથી પાણી બચાવો અંગેના સુચનો મેળવ્યા હતા.

પાટણના પિતાંબર તળાવ, સબોસણ ટેન્ક, ગજા ચેકડેમ તથા હાંસાપુર ટેન્કની મુલાકાત દરમિયાન જોઈન્ટ સેક્રેટરીએ ગ્રામજનોને પાણીના સમજદારી પૂર્વકના વપરાશ તથા જળ સંચયના સ્ત્રોતોની યોગ્ય જાળવણી કરવા અપીલ કરી હતી. આવનારા ભવિષ્યમાં પીવા તથા ખેતી માટેના શુદ્ધ જળ મળી રહે તે માટે જળ શક્તિ અભિયાન દ્વારા પાણીનો બચાવ કરવા જણાવ્યું હતુ.

આ કાર્યક્રમમાં ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટીંગના ડાયરેક્ટર ગીરીશ ચંદ્ર એરોન, ટેક્નિકલ ઓફિસર નરેશ પોરવાલ, નિવાસી અધિક કલેક્ટર બી.જી.પ્રજાપતિ, ડીઆરડીએના નિયામક દિનેશભાઈ પરમાર, સુજલામ સુફલામના ડી.સી.પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ વિનુભાઈ પ્રજાપતિ, નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, તાલુકાના પ્રમુખ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.