પાટણ લક્ઝુરીયસ ગાડીના બનાવટી માલિકો કયા ત્રણ જિલ્લાના, જાણો વિગતે…

અટલ સમાચાર,પાટણ પાટણમાં લક્ઝુરિયસ ગાડી કાંડ મામલે રાજકીય ગરમાગરમી વચ્ચે પોલીસને આરોપીઓ બાદ કેટલાક નામો મળ્યા છે. આરટીઓ પાસેથી મળેલી વિગતો મુજબ 20થી વધુ ગાડીઓના નંબર ઉત્તર ગુજરાતમાં બે અને કચ્છ સહિત ત્રણ જિલ્લાના લોકોના નામે આવ્યા છે. પોલીસ ટૂંક સમયમાં બનાવટી માલિકોની પૂછપરછ કરી શકે તેમ છે. પાટણ જિલ્લા પોલીસે મોંગી ગાડીઓની બનાવટી નોંધણી
 
પાટણ લક્ઝુરીયસ ગાડીના બનાવટી માલિકો કયા ત્રણ જિલ્લાના, જાણો વિગતે…

અટલ સમાચાર,પાટણ

પાટણમાં લક્ઝુરિયસ ગાડી કાંડ મામલે રાજકીય ગરમાગરમી વચ્ચે પોલીસને આરોપીઓ બાદ કેટલાક નામો મળ્યા છે. આરટીઓ પાસેથી મળેલી વિગતો મુજબ 20થી વધુ ગાડીઓના નંબર ઉત્તર ગુજરાતમાં બે અને કચ્છ સહિત ત્રણ જિલ્લાના લોકોના નામે આવ્યા છે. પોલીસ ટૂંક સમયમાં બનાવટી માલિકોની પૂછપરછ કરી શકે તેમ છે.

પાટણ જિલ્લા પોલીસે મોંગી ગાડીઓની બનાવટી નોંધણી અને ગેરકાયદેસર વેચાણનું રેકેટ પકડ્યા બાદ આરોપ-પ્રત્યારોપ સાથે તપાસનું ચક્ર કરવટ બદલી રહ્યું છે. કોંગ્રેસ ગાડી ચોરી મામલે ભાજપને ઘેરવા મથી રહી છે. જ્યારે પોલીસે ત્રણ જિલ્લાના આરટીઓ સાથે વાટાઘાટો આદરી છે. સુત્રોએ જણાવ્યું હતું કે સરેરાશ 20 ગાડીઓના નંબર પાટણ, બનાસકાંઠા અને કચ્છના રહેવાસીઓના નામે બોલી રહ્યા છે. જેમાં પાટણ જિલ્લામાં ત્રણ, કચ્છ જિલ્લામાં 12 અને 5 થી 6 બનાસકાંઠાના રહીશ હોવાનું સામે આવ્યું છે. પોલીસ આ નંબર જે વ્યક્તિઓના નામે છે તેઓની પુછપરછ કરી જાણી જોઈને ખરીદી હતી કે કેમ તેે સહિતની તપાસ કરવા જઈ રહી છે.