ચોંક્યા@પાટણ: સીટીમાં કોરોના વાયરસનો આતંક, નવા 11 કેસમાં મોટાભાગે પુરુષ

અટલ સમાચાર, પાટણ (હર્ષલ ઠાકર) પાટણ જિલ્લામાં ફરી કોરોના ની વણથંભી વણઝાર શરુ થઈ ગઈ છે. જે બંધ થવાનુ નામ લેતી નથી.આજે પાટણ શહેરમાં રેકોડેડ કહી શકાય તેવા 9 કેસ નોંધાયેલ છે.જ્યારે ચાણસ્મા તાલુકાનાં ખારાધરવામાં 1 ઉપરાંત હારિજ શહેર માં 1 કોરોના કેસ નોંધાયો છે.આમ કહી શકાય કે કોરોનાએ રવિવારની રજા પણ રાખી નથી !
 
ચોંક્યા@પાટણ: સીટીમાં કોરોના વાયરસનો આતંક, નવા 11 કેસમાં મોટાભાગે પુરુષ

અટલ સમાચાર, પાટણ (હર્ષલ ઠાકર)

પાટણ જિલ્લામાં ફરી કોરોના ની વણથંભી વણઝાર શરુ થઈ ગઈ છે. જે બંધ થવાનુ નામ લેતી નથી.આજે પાટણ શહેરમાં રેકોડેડ કહી શકાય તેવા 9 કેસ નોંધાયેલ છે.જ્યારે ચાણસ્મા તાલુકાનાં ખારાધરવામાં 1 ઉપરાંત હારિજ શહેર માં 1 કોરોના કેસ નોંધાયો છે.આમ કહી શકાય કે કોરોનાએ રવિવારની રજા પણ રાખી નથી ! આ સાથે પાટણ જિલ્લામાં કોરોના કેસ 179 થયા છે.જ્યારે કોરોના થી અત્યાર સુધીમાં 21 લોકો ના મોત થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લામાં આજે કોરોના ના નવા 11 કેસ સામે આવ્યા છે. આજે નોંધાયેલાં નવા કેસ માં પાટણ શહેર નાં શિશ બંગલોઝ(ટેલિ ફોન એક્સચેન્જ પાસે)માં રહેતા ૪૬ વર્ષિય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટીવ નોંધાયો છે.આ દર્દીનુ સેમ્પલ અમદાવાદ ખાતે લેવાયુ હતુ જે પોઝિટીવ આવ્યુ છે.આ ઉપરાંત શહેરનાં રસણિયાવાડો (ભાટિયાવાડ ની બાજુમાં) રહેતી ૫૧ વર્ષિય સ્ત્રીનો, યશ નગર(છબિલા હનુમાન રોડ)માં રહેતા ૫૮ વર્ષિય પુરુષનો, મોટી ભાટિયાવાડ માં રહેતા ૫૧ વર્ષિય પુરુષનો, ટાંકવાડામાં રહેતા ૪૦ વર્ષિય યુવકનો,મહા વિરનગર સોસાયટી (કોલેજ રોડ) માં રહેતા ૬૪ વર્ષિય વૃધ્ધ પુરુષનો,ધાંધલ ની શેરી(સાલવીવાડો)માં રહેતા ૬૦ વર્ષિય વૃધ્ધ પુરુષનો, સુરમ્ય બંગલોઝ (ટેલિફોન અક્ષચેંજ રોડ)માં રહેતી ૩૭ વર્ષિય સ્ત્રીનો તેમજ અમરનાથ સોસાયટી (શાંતાબા મેરેજ હોલ, ડોક્ટર હાઉસ પાસે) માં રહેતા ૫૩ વર્ષિય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.આમ પાટણ શહેરમાં જ ૭ પુરુષ અને ૨ સ્ત્રીઓ સહિત સાગમટે ૯ જેટલા લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા શહેરીજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, હારિજ શહેરમાં સ્ટેટ બેંકની સામે રહેતા ૫૫ વર્ષિય આધેડ પુરુષનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ નોંધાયો છે. જ્યારે ચાણસ્મા તાલુકાનાં ખારાધરવામાં રહેતા ૪૦ વર્ષિય યુવકનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.આથી હારિજ અને ચાણસ્મા તાલુકાનુ આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે. આ તમામ દર્દીઓમાં તાવ,ખાસી અને શરદી, શ્વાસ લેવામાં તકલિફ, ગળામાં અને માથામાં દુ:ખાવો થતો હોવાનાં લક્ષણો દેખાતા તેઓનું કોરોના સેમ્પલ લેવાયુ હતુ.પાટણ જિલ્લા માટે અનલોક-૧ નાં પિરીયડમાં ગાઈડલાઈનના ચુસ્ત અમલમાં વહીવટીતંત્ર ઊણુ ઉતર્યુ છે કોરોના કહેરનાં ૧૦૦ દિવસ માં અત્યાર સુધીનાં ૧૭૯ કેસ નોંધાયા છે. એમાંય લોકડાઉન ના ચાર તબક્કાનાં ૭૦ દિવસો કરતા અનલોક-૧ ના ૨૭ દિવસો વધુ ઘાતક પુરવાર થયા છે તેવા સમયે આગામી સમયે અનલોક-૨ માં વધુ છૂટછાટ અપાશે તો તે ખતરનાક સાબિત થશે તેવુ લોકો માની રહ્યા છે.