ઘટસ્ફોટ@પાટણ: કથિત કૌભાંડનો રિપોર્ટ ધારપુર મેડિકલ કોલેજને નથી મળ્યો, ડીને કહ્યું,એક્શન અશક્ય

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી પાટણ સ્થિત ઉત્તર ગુજરાત યુનિવર્સિટી હેઠળની મેડિકલ કોલેજના 3 વિદ્યાર્થીઓને શંકાસ્પદ ગતિવિધિ દ્રારા પાસ કરાયાનો વિષય અત્યારે બૂમ મચાવી રહ્યો છે. યુનિવર્સિટીની કમિટીએ પ્રાથમિક તપાસ કર્યા બાદ હોબાળો મચી ગયો છે. ઘટનાની ગંભીરતા જણાતાં રાજ્ય સરકારે હાઈ લેવલ તપાસના આદેશ કર્યા છે. જોકે વિદ્યાર્થીઓ જે કોલેજમાં અભ્યાસ કરે છે
 
ઘટસ્ફોટ@પાટણ: કથિત કૌભાંડનો રિપોર્ટ ધારપુર મેડિકલ કોલેજને નથી મળ્યો, ડીને કહ્યું,એક્શન અશક્ય

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

પાટણ સ્થિત ઉત્તર ગુજરાત યુનિવર્સિટી હેઠળની મેડિકલ કોલેજના 3 વિદ્યાર્થીઓને શંકાસ્પદ ગતિવિધિ દ્રારા પાસ કરાયાનો વિષય અત્યારે બૂમ મચાવી રહ્યો છે. યુનિવર્સિટીની કમિટીએ પ્રાથમિક તપાસ કર્યા બાદ હોબાળો મચી ગયો છે. ઘટનાની ગંભીરતા જણાતાં રાજ્ય સરકારે હાઈ લેવલ તપાસના આદેશ કર્યા છે. જોકે વિદ્યાર્થીઓ જે કોલેજમાં અભ્યાસ કરે છે તે ધારપુર મેડિકલ કોલેજમાં કોઇ અસર નથી. ચર્ચાસ્પદ કથિત કૌભાંડ વચ્ચે મેડિકલ કોલેજમાં નિરવ શાંતિ બની રહી છે. ડીને જણાવ્યું હતું કે, આ વિષયમાં યુનિવર્સિટી તરફથી કોઈ જ પત્ર મળ્યો ન હોવાથી કાર્યવાહીનો પ્રશ્ન નથી. જાણ સારૂં પણ તપાસ રિપોર્ટ નહિ મળ્યો હોવાનું મેડિકલ કોલેજના ડીન ગોસાઇએ જણાવ્યું હતું. આથી કોઇ કાર્યવાહી કરવાનો કે કોલેજથી પત્રવ્યવહાર શરૂ કરવાનો પ્રશ્ન નથી. ત્રણેય વિદ્યાર્થીઓને માટે કોઈપણ પત્ર કરવા વડી કચેરીનો આદેશ અનિવાર્ય હોવાનું પણ ડીન દ્વારા જણાવાયું હતું.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટીમાં અત્યારે ભારે શોરબકોર મચી ગયો છે. ઘટસ્ફોટ@પાટણ: કથિત કૌભાંડનો રિપોર્ટ ધારપુર મેડિકલ કોલેજને નથી મળ્યો, ડીને કહ્યું,એક્શન અશક્ય

મેડિકલના વિદ્યાર્થીઓને શંકાસ્પદ સ્થિતિમાં પાસ કર્યાનો કોલાહલ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહ્યો છે. જેના પ્રાથમિક તપાસ રિપોર્ટ બાદ ઉચ્ચ તપાસનો આદેશ થયો છે. જોકે આ ત્રણેય વિદ્યાર્થીઓ જે કોલેજમાં આગળનો અભ્યાસ કરી રહ્યા છે તે કોલેજમાં કોઈ અસર આવી નથી. યુનિવર્સિટીએ પ્રાથમિક રિપોર્ટની વિગતો ધારપુર મેડિકલ કોલેજને જણાવી નથી. ધારપુર મેડિકલ કોલેજના ડીન ગોસાઇએ જણાવ્યું હતું કે, સમાચાર માધ્યમોમાં કથિત કૌભાંડના અહેવાલો આવી રહ્યા હોય પરંતુ યુનિવર્સિટીએ હજુસુધી કોઈ સુચના આપી નથી. આથી કથિત ગુણ કૌભાંડમાં ત્રણેય વિદ્યાર્થીઓને સુચના આપવાની થતી નથી. કોઇપણ કાર્યવાહી કરવા સૌપ્રથમ યુનિવર્સિટીનો વિષય લગત લેટર મળે તો આગળ વધી શકાય. લેટર મળ્યા બાદ વડી કચેરીને વિગતો મોકલી અવગત કરવામાં આવે. આ પછી જ ત્રણેય વિદ્યાર્થીઓને કોઈ સુચના કે જાણ કરવામાં આવે. જોકે વિષય લગત પત્રવ્યવહાર ન હોવાથી કાર્યવાહીનો કોઈ સવાલ ઉભો થતો નથી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીની તપાસ કમિટીએ પ્રાથમિક રીપોર્ટ આપ્યા બાદ સમગ્ર બાબત ઉચ્ચ તપાસ અર્થે મૂકવામાં આવી છે. રાજ્ય સરકારની સીધી સુચનાથી શરૂ થયેલી તપાસમાં જે સામે આવે તેના આધારે કાર્યવાહી થશે. જોકે હાલની સ્થિતિએ પ્રાથમિક તપાસ રિપોર્ટની જાણ ધારપુર મેડિકલ કોલેજને ન હોવાથી ચિંતા વચ્ચે ત્રણેય વિદ્યાર્થીઓનો આગળનો અભ્યાસ યથાવત છે.