પાટણ: દિલીપ ઠાકોર ભાન ભૂલ્યા,કોંગ્રેસના આગેવાનોને બોમ્બ સાથે બાંધી ફેંકી દો

અટલ સમાચાર,પાટણ પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ બુધવારે ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલાં એમ. એન. હાઇસ્કૂલમાં એક સભાનું આયોજન કર્યું હતું. આ સભામાં ભાજપના કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરે વિવાદિત નિદેદન આપતા રાજકીય વાતાવરણ ગરમાઇ ગયુ છે. તેમણે સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગનારા કોંગ્રેસીઓનો બોમ્બ સાથે બાંધી ફેંકી દેવાની વાત કરી હતી. દિલીપ ઠાકોરે બફાટ કરતા
 
પાટણ: દિલીપ ઠાકોર ભાન ભૂલ્યા,કોંગ્રેસના આગેવાનોને બોમ્બ સાથે બાંધી ફેંકી દો

અટલ સમાચાર,પાટણ

પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ બુધવારે ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલાં એમ. એન. હાઇસ્કૂલમાં એક સભાનું આયોજન કર્યું હતું. આ સભામાં ભાજપના કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરે વિવાદિત નિદેદન આપતા રાજકીય વાતાવરણ ગરમાઇ ગયુ છે. તેમણે સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગનારા કોંગ્રેસીઓનો બોમ્બ સાથે બાંધી ફેંકી દેવાની વાત કરી હતી.

દિલીપ ઠાકોરે બફાટ કરતા કહ્યું હતું, કોંગ્રેસના આગેવાનો સર્જિકલ સ્ટ્રાઇક બાબતે સાબિતી માંગે છે તેવા કોંગ્રેસના આગેવાનોને સ્ટ્રાઈક દરમિયાન વિમાનની નીચે બાંધી આતંકવાદીઓના વિસ્તારમાં બોમ્બ સાથે ફેંકી દેવા જોઈએ. દિલીપ ઠાકોરે કોંગ્રેસને જ પાકિસ્તાન ગણાવતા વધુમાં કહ્યું હતું કે, પાકિસ્તાનરૂપી કોંગ્રેસને મતદાન રૂપી હુમલો કરી કયાંય ગણતરીમાં ના રહેવા દેવાનું કહ્યું હતું.