પાટણઃ પ્રચાર દરમિયાન ભાજપના ભરત આર્ય ઉપર કાર્યકરોનો જ હૂમલો

અટલ સમાચાર, મહેસાણા પાટણ જિલ્લાના ભાજપી આગેવાન ઉપર ભાજપના જ કાર્યકરોએ હૂમલો કરતાં ચકચાર મચી ગઈ છે. સમી નજીક ધધાણા ગામે મંગળવારે બપોરે પ્રચારમાં આવેલા ભરત આર્ય ઉપર સ્થાનિક ભાજપી આગેવાનોએ ધોકા વડે માર મારી હાથે અને પગે ઈજાઓ પહોંચાડી હતી. સમી તાલુકા પંચાયતમાં કારોબારી અધ્યક્ષની વરણી બાદ ઉભી થયેલી નારાજગીને કારણે ઘટના બની હોવાનું
 
પાટણઃ પ્રચાર દરમિયાન ભાજપના ભરત આર્ય ઉપર કાર્યકરોનો જ હૂમલો

અટલ સમાચાર, મહેસાણા

પાટણ જિલ્લાના ભાજપી આગેવાન ઉપર ભાજપના જ કાર્યકરોએ હૂમલો કરતાં ચકચાર મચી ગઈ છે. સમી નજીક ધધાણા ગામે મંગળવારે બપોરે પ્રચારમાં આવેલા ભરત આર્ય ઉપર સ્થાનિક ભાજપી આગેવાનોએ ધોકા વડે માર મારી હાથે અને પગે ઈજાઓ પહોંચાડી હતી. સમી તાલુકા પંચાયતમાં કારોબારી અધ્યક્ષની વરણી બાદ ઉભી થયેલી નારાજગીને કારણે ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે.

પાટણ જિલ્લાના શંખેશ્વર પંથકના રહેવાસી અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઉપર હિંચકારો હૂમલો થયો છે. રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના પૂર્વ ડિરેક્ટર અને ભાજપના દિગ્ગજ આગેવાન ભરત આર્ય ઉપર ભાજપના જ કાર્યકરોએ મારામારી કરી છે. સમી નજીક ધધાણા ગામે ચુંટણી પ્રચાર દરમિયાન અચાનક રામાભાઈ અને ભરતભાઈ નાડોદાએ ધોકા અને લાકડીઓ વરસાવી હતી. જેમાં ભરત આર્યને હાથે અને પગે કુલ પાંચ ફેક્ચર થતા તાત્કાલિક અસરથી પાટણની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અંગે ઈજાગ્રસ્ત ભરત આર્યએ જણાવ્યું હતું કે તાજેતરમાં સમી તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષની પસંદગીમાં વરાણાના રણજીત સિંધવનું મેન્ડેડ આવ્યું ન હતું. આથી કેટલાક દિવસો અગાઉ રૂબરૂ આવીને ધમકી આપી ગયા હતા. રાજકીય અદાવતમાં રણજીતના સગાભાઈ અને તેના નજીકના ઈસમે હૂમલો કર્યો છે. જેની પાટણ બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ આપવાની તજવીજ હાથ ધરી છે.