પાટણઃ માજી સૈનિકો પોતાના પેન્શન પેમેન્ટ ઓર્ડરમાં વારસદારનું નામ નોંધાવે

અટલ સમાચાર, પાટણ માજી સૈનિકોના અવસાન બાદ તેમના વારસદારોને મીલીટરીનું ફેમીલી પેન્શન મળે તે માટે પેન્શન પેમેન્ટ ઓર્ડરમાં વારસદારનું નામ હોવું જરૂરી છે. આ માટે તા.1/1/1986 કે તે પહેલા મીલીટરીમાંથી પેન્શન સાથે નિવૃત્ત થયેલા માજી સૈનિકો કે જેઓએ પોતાના પેન્શન પેમેન્ટ ઓર્ડરમા વારસદારનું નામ દાખલ કરાવ્યું ન હોય તેઓએ તાત્કાલિક પોતાના પેન્શન પેમેન્ટ ઓર્ડરમાં પોતાના
 
પાટણઃ માજી સૈનિકો પોતાના પેન્શન પેમેન્ટ ઓર્ડરમાં વારસદારનું નામ નોંધાવે

અટલ સમાચાર, પાટણ

માજી સૈનિકોના અવસાન બાદ તેમના વારસદારોને મીલીટરીનું ફેમીલી પેન્શન મળે તે માટે પેન્શન પેમેન્ટ ઓર્ડરમાં વારસદારનું નામ હોવું જરૂરી છે. આ માટે તા.1/1/1986 કે તે પહેલા મીલીટરીમાંથી પેન્શન સાથે નિવૃત્ત થયેલા માજી સૈનિકો કે જેઓએ પોતાના પેન્શન પેમેન્ટ ઓર્ડરમા વારસદારનું નામ દાખલ કરાવ્યું ન હોય તેઓએ તાત્કાલિક પોતાના પેન્શન પેમેન્ટ ઓર્ડરમાં પોતાના વારસદારનું નામ દાખલ કરાવી લેવા મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીએ જણાવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ માટેના જરૂરી અરજી પત્રક જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, મહેસાણા ખાતેથી કચેરી સમય દરમ્યાન મેળવી શકાશે.