પાટણઃ મા કાર્ડના લાભાર્થીઓ માટે મફત નિદાન અને સર્જરી કેમ્પ યોજાશે

અટલ સમાચાર, પાટણ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, આયુષ્માન ભારત યોજના તથા મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત સિવીલ હોસ્પિટલ પાટણ તથા ડિસ્ટ્રીક્ટ હૅલ્થ સોસાયટી પાટણના સહયોગ તથા જયદીપ હોસ્પિટલ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે પાટણની સિવિલ હોસ્પટલ ખાતે મફત નિદાન અને મફત સર્જરી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો બાળકોના તમામ પ્રકારના
 
પાટણઃ મા કાર્ડના લાભાર્થીઓ માટે મફત નિદાન અને સર્જરી કેમ્પ યોજાશે

અટલ સમાચાર, પાટણ

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, આયુષ્માન ભારત યોજના તથા મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત સિવીલ હોસ્પિટલ પાટણ તથા ડિસ્ટ્રીક્ટ હૅલ્થ સોસાયટી પાટણના સહયોગ તથા જયદીપ હોસ્પિટલ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે પાટણની સિવિલ હોસ્પટલ ખાતે મફત નિદાન અને મફત સર્જરી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બાળકોના તમામ પ્રકારના ફ્રેક્ચર, જન્મજાત ખોડખાંપણ, સેરેબ્રલ પાલ્સી, પોલીયો, વા-સંધિવા, સાંધામાં થતા ચેપની સારવાર, ટુંકા હાથ કે પગની લંબાઈ વધારવા સહિતની સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવા તા.7 માર્ચ, 2020ના રોજ પાટણ સિવીલ હોસ્પિટલ ખાતે મફત સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્માઈલ ટ્રેન અંતર્ગત કપાયેલા હોઠ અને તાળવાની સર્જરીની સારવાર પણ વિનામૂલ્યે કરવામાં આવશે. કેમ્પમાં આયુષ્યમાન ભારત કાર્ડ અને માં વાત્સલ્ય કાર્ડ ધરાવતા લાભાર્થીઓને સ્થળ પર નિદાન કરી સારવાર અર્થે અમદાવાદની જયદિપ હોસ્પિટલ ખાતે રીફર કરી ત્યાં મફત ઑપરેશન કરી આપવામાં આવશે.

સાથે સાથે જે પરિવારો પાસે આયુષ્યમાન ભારત કાર્ડ અને માં કાર્ડ ન હોય તેવા લાભાર્થીઓને મફત નિદાન ઉપરાંત આયુષ્યમાન ભારત કાર્ડ અને માં કાર્ડ કઢાવવા માટેની માહિતી તથા સહાય આપવામાં આવશે. અને કાર્ડ ઈસ્યુ થયેથી મફત ઑપરેશન કરી આપવામાં આવશે. જિલ્લાના ઓછી આવક ધરાવતા તથા સબંધિત તમામ પરિવારોના લાભાર્થીઓને આ કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.