પાટણઃ વિદેશ મંત્રાલયમાં નોંધણી કરાવેલ હોય એ જ એજન્ટોના માધ્યમથી વિદેશ જવું

અટલ સમાચાર, પાટણ આપણા પાટણ જીલ્લાના વિદ્યાર્થીઓ અને રોજગાર વાચ્છુંઓ નોકરી અને અભ્યાસ અર્થે વિદેશ જતા હોય છે. આવા સમયમાં તેઓની સાથે છેતરપીંડી કરીને લેભાગુ એજન્ટો દ્વારા ઠગાઈ કરવાના કિસ્સા પણ વધી રહ્યા છે. આ બાબતે વિદેશ મંત્રાલય દ્વારા નોંધણી કરાવેલા એજન્ટોના માધ્યમોથી જ વિદેશ જવા માટેની ભલામણ કરી છે. ભારત સરકારના વિદેશ મંત્રાલય, નવી
 
પાટણઃ વિદેશ મંત્રાલયમાં નોંધણી કરાવેલ હોય એ જ એજન્ટોના માધ્યમથી વિદેશ જવું

અટલ સમાચાર, પાટણ

આપણા પાટણ જીલ્લાના વિદ્યાર્થીઓ અને રોજગાર વાચ્છુંઓ નોકરી અને અભ્યાસ અર્થે વિદેશ જતા હોય છે. આવા સમયમાં તેઓની સાથે છેતરપીંડી કરીને લેભાગુ એજન્ટો દ્વારા ઠગાઈ કરવાના કિસ્સા પણ વધી રહ્યા છે. આ બાબતે વિદેશ મંત્રાલય દ્વારા નોંધણી કરાવેલા એજન્ટોના માધ્યમોથી જ વિદેશ જવા માટેની ભલામણ કરી છે.

ભારત સરકારના વિદેશ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા વિદેશ રોજગાર માટે જવા ઈચ્છુક વિદ્યાર્થીઓ અને રોજગાર વાચ્છુંઓ આવા ઠગ–લેભાગુ એજન્ટોના ભોગ ના બને તે માટે વિદેશ રોજગાર માટેની સેવાઓ આપતી માહિતી મિનીસ્ટ્રી ઓફ એકસ્ટર્નલ અફેર્સ એન્ડ ઓવરસીઝ ઇન્ડિયા ન્યુ દિલ્હી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે. વિદેશમાં કારકિર્દી ઘડવા તેમજ નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ ફક્ત વિદેશ મંત્રાલય દ્વારા નોંધણી કરાવેલા ભરતી એજન્ટોના માધ્યમથી જ વિદેશ જવું જોઈએ. લેભાગુ કે ઠગ એજન્ટો દ્વારા ન જવું કે જેનાથી આપની છેતરામણી થવાની શક્યતા છે.

વિદેશ જતા સમયે કોઈપણ વ્યક્તિ દ્વારા આપવામાં આવતું કોઈપણ પ્રકારનું પેકેટ લઈને જવું નહિ, જેથી આપ ફસાઈ ન જાઓ. જતા પહેલા જે કામ માટે જાવ છો તે માટેનું સંપૂર્ણ પ્રશિક્ષણ-તાલીમ મેળવીને જવું, વિદેશ જતાની સાથે જ ભારતીય દુતાવાસનો સંપર્ક કરવા જેથી બાબતોને ધ્યાનમાં લેવી. વધુ માહિતી માટે ટોલફ્રી નં. ૧૮૦૦૧૧૩૦૯૦ ઉપર સંપર્ક કરવો. તથા માન્યતા ધરાવતી રજીસ્ટર્ડ સંસ્થાઓની યાદી વેબસાઈટ https://emigrate.gov.in/ext/raList.action પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તેમ જિલ્લા રોજગાર અધિકારી પાટણની એક અખબારી યાદીમાં જણાવાયું છે.