પાટણઃ ટપાલ વિભાગ દ્વારા ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટ બનવાની સુવર્ણ તક

અટલ સમાચાર, પાટણ પાટણ ટપાલ વિભાગ દ્વારા ટપાલ જીવન વીમા અને ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટની નિમણૂંક પ્રક્રિયા હાથ ધરવા ‘વૉક ઈન ઈન્ટરવ્યુ’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધો.૧૦ પાસ હોય તેવા ૧૮થી ૫૦ વર્ષના ઉમેદવારોએ તા.૦૨ નવેમ્બરના રોજ સવારે ૧૧.૦૦ કલાકે અધિક્ષક ડાકઘરની કચેરી, બીજો માળ, હેડ પોસ્ટ ઑફિસ બિલ્ડીંગ, પાટણ ખાતે ઉપસ્થિત રહેવું.
 
પાટણઃ ટપાલ વિભાગ દ્વારા ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટ બનવાની સુવર્ણ તક

અટલ સમાચાર, પાટણ

પાટણ ટપાલ વિભાગ દ્વારા ટપાલ જીવન વીમા અને ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટની નિમણૂંક પ્રક્રિયા હાથ ધરવા ‘વૉક ઈન ઈન્ટરવ્યુ’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધો.૧૦ પાસ હોય તેવા ૧૮થી ૫૦ વર્ષના ઉમેદવારોએ તા.૦૨ નવેમ્બરના રોજ સવારે ૧૧.૦૦ કલાકે અધિક્ષક ડાકઘરની કચેરી, બીજો માળ, હેડ પોસ્ટ ઑફિસ બિલ્ડીંગ, પાટણ ખાતે ઉપસ્થિત રહેવું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

‘વૉક ઈન ઈન્ટરવ્યુ’ સમયે ઉમેદવારે પોતાના બાયોડેટાની સાથે પાસપોર્ટ સાઈઝનો ફોટો, ઉંમરનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતો, આવશ્યક સર્ટીફિકેટ્સ અને અનુભવી ઉમેદવારો માટે અનુભવનું પ્રમાણપત્ર સહિતના કાગળો અસલ તેમજ પ્રમાણિત નકલ સાથે લાવવાના રહેશે. પસંદગી થયેલ એજન્ટે રૂ.૫,૦૦૦/- નેશનલ સેવિંગ સર્ટીફિકેટ કે કિસાન વિકાસ પત્ર સ્વરૂપે સિક્યુરીટી ડિપોઝીટ તરીકે ભરવાના રહેશે. પસંદગી પામનાર એજન્ટને ખાતાના નિયમોનુસાર કમિશન મળવાપાત્ર રહેશે.

કોઈપણ વિમા કંપનીના નિવૃત એજન્ટ તેમજ સલાહકાર, આંગણવાડીના કર્મચારી, મહિલા મંડળના કર્મચારી, લશ્કરના નિવૃત કર્મચારી, ગ્રામ પંચાયતના સદસ્ય, પોતાનો વ્યવસાય ધરાવતા કે બેરોજગાર વ્યક્તિઓને ટપાલ જીવન વીમા અને ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટ તરીકે નિમણૂંક પામવા ‘વૉક ઈન ઈન્ટરવ્યુ’માં ઉપસ્થિત રહી શકશે. કોઈપણ લાઈફ ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં કામ કરતા એજન્ટને પી.એલ.આઈ. કે આર.પી.એલ.આઈ.ની એજન્સી મળવાપાત્ર નથી.