પાટણઃ મેડીકલ કોલેજમાં હોમગાર્ડઝ સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી

અટલ સમાચાર, પાટણ જિલ્લા હોમગાર્ડઝ પાટણ દ્વારા છઠ્ઠી ડીસેમ્બર હોમગાર્ડઝ સ્થાપના દિનની વિવિધ કાર્યક્રમો યોજી ઉજવણી કરવામાં આવી. જેમાં ધારપુર મેડીકલ કોલેજ ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં તમામ યુનિટના હોમગાર્ડઝ અધિકારીઓ અને જવાનો તેમજ રક્ત દાતાઓ રક્તદાન કરવા ઉમટી પડયા હતા. આ કેમ્પમાં ર૦૦ જેટલી બોટલ રકતનું દાન મળ્યું હતુ.
 
પાટણઃ મેડીકલ કોલેજમાં હોમગાર્ડઝ સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી

અટલ સમાચાર, પાટણ

જિલ્લા હોમગાર્ડઝ પાટણ દ્વારા છઠ્ઠી ડીસેમ્બર હોમગાર્ડઝ સ્થાપના દિનની વિવિધ કાર્યક્રમો યોજી ઉજવણી કરવામાં આવી. જેમાં ધારપુર મેડીકલ કોલેજ ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં તમામ યુનિટના હોમગાર્ડઝ અધિકારીઓ અને જવાનો તેમજ રક્ત દાતાઓ રક્તદાન કરવા ઉમટી પડયા હતા. આ કેમ્પમાં ર૦૦ જેટલી બોટલ રકતનું દાન મળ્યું હતુ.

રક્તદાન કેમ્પમાં સંગઠનના કે.સી.પટેલ, મેડીકલ કોલેજના ર્ડા.યોગેશાનંદગોસાઇ, જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ડી.વી.ઠાકોર, જિલ્લા હોમગાર્ડઝના સબ ઇન્સ્પેકટર ઉદેસિંહ સોલંકી ઉપસ્થિત રહી પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું. હોમગાર્ડઝ સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે વહેલી સવારે પાટણના મુખ્ય માર્ગે ત્રણ દરવાજાથી બગવાડા દરવાજા સુધી હોમગાર્ડઝ જવાનોએ જનજાગૃતિ રેલી યોજી હતી. સાથો સાથ ર્ડા.ભીમરાવ આંબેડકરનો નિર્વાણ દિન હોય, તેમનીપ્રતિમાને માલ્યાર્પણ કરી રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

આ કાર્યક્રમને સફળ બનાવવા પાટણ હોમગાર્ડઝ યુનિટના ઓફિસર કમાન્ડીંગ ગણપતભાઇ મકવાણા, રવીકાન્ત બી.સોલંકી, નરેશભાઇ પરમારતેમજ ધારપુર મેડીકલ કોલેજના અધિકારી, મેડીકલ ઓફિસ, સ્ટાફેખુબ જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં સંગઠનના સ્નેહલભાઇ પટેલ, શૈલેષભાઇ પટેલ, કિશોર મહેશ્વરી, જિલ્લાના હોમગાર્ડઝ એન.સી.ઓઝસહિત મહિલા/પુરૂષ હોમગાર્ડઝ સભ્યોઉપસ્થિત રહ્યા હતા.