પાટણઃ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસ દિવસની ઉજવણી કરાઇ

અટલ સમાચાર, પાટણ પાટણ જિલ્લાના સમી તાલુકા આઇ.ટી.આઇ. ખાતે રાજયના કેબીનેટ શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત આવાસ દિવસની ઉજવણી અને ગ્રામ્ય વિકાસ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને મંજૂરીપત્ર, પ્રશસ્તિપત્ર, જોબકાર્ડ, ચેક વિતરણ કાર્યક્રમ અને સમી ખાતે પીએમઓવાય આવાસ અને સામુહિક શૌચાલયનું ખાતમૃહૂર્ત કાર્યકમ યોજાયો જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય રઘુભાઇ
 
પાટણઃ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસ દિવસની ઉજવણી કરાઇ

અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્લાના સમી તાલુકા આઇ.ટી.આઇ. ખાતે રાજયના કેબીનેટ શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત આવાસ દિવસની ઉજવણી અને ગ્રામ્ય વિકાસ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને મંજૂરીપત્ર, પ્રશસ્તિપત્ર, જોબકાર્ડ, ચેક વિતરણ કાર્યક્રમ અને સમી ખાતે પીએમઓવાય આવાસ અને સામુહિક શૌચાલયનું ખાતમૃહૂર્ત કાર્યકમ યોજાયો જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય રઘુભાઇ દેસાઇ, જિલ્લા પંચાયતના પ્રમુખ વિનુભાઇ પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત 2016-17 માં પ્રધાનમંત્રી દ્વારા અમલમાં આવેલ નવીન યોજના છે. જેનો વિધીસર પ્રારંભ તા.20/11/16 થી થયેલ. આ યોજનાનો હેતું રાજયમાં ગ્રામ્ય વિસ્તારમાં સામાજીક, આર્થિક અને જાતી આધારીત વસ્તી ગણતરી મુજબ પાત્રતાના આધારે કાચું આવાસ ધરાવતા અને પ્લોટ વિહોણા લાભાર્થીઓને આવાસ બાંધવા માટે આર્થિક સહાય આપવાનો છે. 2022 સુધીમાં દરેક લાભાર્થીઓને પાકા મકાનો આપવાનો નિર્ધાર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

આ યોજના હેઠળ લાભાર્થીઓને ત્રણ હપ્તામાં 1.20 લાખ મનરેગા યોજના હેઠળ મજુરી કામના રૂા.17,280/- તથા શૌચાલય સહાય પેટે રૂા.12,000/- મળી કુલ રૂા.1,49,280/- મળવાપાત્ર સહાય યોજના વર્ષ 2018-19 દરમ્યાન કે ત્યારબાદ આવાસ મંજુર થયેથી 6 માસના સમય ગાળામાં લાભાર્થી દ્વારા આવાસ બાંધકામ પૂર્ણ કરવામાં આવે તો રૂા.20,000/- હજાર વધારાની સહાય લાભાર્થીને આપવામાં આવે છે. જે પણ મહત્વની બાબત છે.

પાટણ જિલ્લામાં કુલ 13439 લાભાર્થીઓને આવાસ સહાય પુરી પાડવામાં આવી છે. તે પૈકી 9814 આવાસો પૂર્ણ થયેલ છે. પ્રોત્સાહક સહાય પેટે પાટણ જિલ્લામાં કુલ 3030 લાભાર્થીઓને રૂપિયા 60.60 લાખ રકમની અતિરીકત સહાય પણ આપવામાં આવી છે. સમી તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી 130 કુટુંબો કે જેઓ દબાણમાં કાચા મકાનો ધરાવતા હતા, તેઓને ગામ દફતરે આકારણી રજીસ્ટરે ચઢાવી ચાલુ નાણાકીય વર્ષમાં આવાસ સહાય પુરી પાડવામાં આવી છે.