પાટણઃ ICDS શાખા દ્વારા અન્નપ્રાસન દિવસની ઉજવણી કરાઇ

અટલ સમાચાર, પાટણ સમગ્ર રાજ્યમાં જ્યારે પોષણ માહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાટણ જિલ્લા આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા અન્નપ્રાસન દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સી.ડી.પી.ઓ. આંગણવાડી કાર્યકર બહેનો અને મુખ્ય સેવિકાઓએ જિલ્લાના જે બાળકોના ૬ માસ પૂર્ણ થયેલ હોય તેમના ઘરે જઈ અન્નપ્રાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ધાત્રીમાતાઓ તેમના બાળકને પોષણયુક્ત
 
પાટણઃ ICDS શાખા દ્વારા અન્નપ્રાસન દિવસની ઉજવણી કરાઇ

અટલ સમાચાર, પાટણ

સમગ્ર રાજ્યમાં જ્યારે પોષણ માહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાટણ જિલ્લા આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા અન્નપ્રાસન દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સી.ડી.પી.ઓ. આંગણવાડી કાર્યકર બહેનો અને મુખ્ય સેવિકાઓએ જિલ્લાના જે બાળકોના ૬ માસ પૂર્ણ થયેલ હોય તેમના ઘરે જઈ અન્નપ્રાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ધાત્રીમાતાઓ તેમના બાળકને પોષણયુક્ત ઉપરી આહાર કેવી રીતે આપવો તેની સમજ આપી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગૃહ મુલાકાત કરીને સગર્ભા માતાઓ અને ધાત્રીમાતાઓને આયર્ન ટેબ્લેટ આપીને એનીમિયા રોગથી મુક્ત રહેવા માટે પોષણયુક્ત આહાર લેવો ખુબ જરૂરી છે તેની સમજ આપી હતી. સગર્ભા માતાઓ અને ધાત્રીમાતાઓ માટે આંગણવાડી કેન્દ્રો પર વાનગી નિદર્શનનું આયોજન કર્યું હતું તથા આઈ.સી.ડી.એસ. તરફથી આપવામાં આવતા પ્રીમિક્ષમાંથી પોષણયુક્ત વિવિધ વાનગી કેવી રીતે બનાવવી તે શીખવવામાં આવ્યું હતું. સી.ડી.પી.ઓ.આંગણવાડી કાર્યકર બહેનો અને મુખ્ય સેવિકા બહેનોએ સાથે મળીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.