પાટણઃ સિધ્ધપુર બિંદુ સરોવર ખાતે માતૃવંદના મહોત્સવનો શુભારંભ

અટલ સમાચાર, પાટણ પાટણ ખાતે ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારત-પ્રસિધ્ધ માતૃતર્પણ તીર્થક્ષેત્ર સિધ્ધપુર ખાતે પારંપારિક માતૃવંદના કાર્યક્રમનો હજારો શ્રોતાઓની ઉપસ્થિતિ વચ્ચે પ્રારંભ કરાયો હતો. પાવનકારી બિંદુ સરોવરની સંનિધિમાં યોજાયેલા બે દિવસીય મહોત્સવનો રાજ્યનાશ્રમ અને રોજગાર કેબીનેટમંત્રી દિલીપકુમાર ઠાકોરએ
 
પાટણઃ સિધ્ધપુર બિંદુ સરોવર ખાતે માતૃવંદના મહોત્સવનો શુભારંભ

અટલ સમાચાર, પાટણ

પાટણ ખાતે ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારત-પ્રસિધ્ધ માતૃતર્પણ તીર્થક્ષેત્ર સિધ્ધપુર ખાતે પારંપારિક માતૃવંદના કાર્યક્રમનો હજારો શ્રોતાઓની ઉપસ્થિતિ વચ્ચે પ્રારંભ કરાયો હતો. પાવનકારી બિંદુ સરોવરની સંનિધિમાં યોજાયેલા બે દિવસીય મહોત્સવનો રાજ્યનાશ્રમ અને રોજગાર કેબીનેટમંત્રી દિલીપકુમાર ઠાકોરએ દીપ પ્રાગટય કરી ખુલ્લો મુકયો હતો.

રાજય કક્ષાના રમત-ગમત મંત્ર ઇશ્વરસિંહ પટેલ, ગુજરાત રાજય જીઆઇડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપુત, સિધ્ધપુર વિધાનસભાના ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પાટણ વિધાનસભાના ધારાસભ્ય કિરીટભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સબ્બીર હુસેન સિદૃી એન્ડ ગૃપ દ્વારા સિદૃી ધમાલ લોકનૃત્ય રજુ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતાં. આદીવાસી કલાકારોએ આદીવાસી લોકનૃત્ય રજુ કર્યું હતું. સુર-સંગીતના આ જાજરમાન મહોત્સવમાં સુપ્રસિધ્ધ લોકગાયક કિર્તીદાન ગઢવીએ પોતાની આગવી અદામાં મધુર લોકગીતો રજુ કર્યા હતા.

સિધ્ધપુરની આંગણે ઉજવાઇ રહેલા માતૃવંદના કાર્યક્રમને સાચા અર્થમાં ચરિતાર્થ ગણાવતાં શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે, રાજય સરકાર સિધ્ધપુરનો ભવ્ય સંસ્કૃતિક ઇતિહાસને ઉજાગર કરવા માટે માતૃવંદના ઉત્સવનું આયોજન દર વર્ષે યોજવામાં આવે છે. સિધ્ધપુર સમગ્ર ભારતવર્ષનું એકમાત્ર માતૃશ્રાધ્યનું આસ્થા સ્થળ છે. અને તપોભૂમિ તરીકે ખ્યાતનામ છે. કાર્તિકી પૂનમના મેળામાં પણ લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ બિંદુ સરોવર ખાતે માતૃશ્રાધ્ધ વિધી માટે આવે છે. કપિલ મુનીએ તેમની માતાનું તર્પણ કર્યું હતું તે માતૃતર્પણ દિન એટલે આજે માતૃવંદના તરીકે ઉજવામાં આવે છે.

આ પ્રસંગે રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, કપિલ મુનિએ પોતાના તપોબળથી જે જગ્યા પર તપ કરતા હતા તે ભૂમિ પર સરસ્વતી નદીને આહવાન કરતાં હાલના સિધ્ધપુરની પૂણ્ય ભૂમિપર સરસ્વતી પધાર્યા હતા. અને મુનિએ તેમની માતાનું તર્પણ કર્યું હતું. સિધ્ધપુર તીર્થક્ષેત્ર માટે ભારત દેશમાં જાણીતું શહેર છે.