પાટણ: બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ સામે ઉમેદવારો લાલઘૂમ, આવેદનપત્ર

અટલ સમાચાર, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી) ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા લેવાયેલ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે. જેને લઇ આજે પાટણમાં પણ એનએસયુઆઇ દ્રારા કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા અને જે તે કોલેજ સામે પણ કાયદેસરના પગલા લેવામાં માંગ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં ઉમેદવારો કલેક્ટર કચેરીએ પહોંચતા થોડીકવાર
 
પાટણ: બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ સામે ઉમેદવારો લાલઘૂમ, આવેદનપત્ર

અટલ સમાચાર, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી)

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા લેવાયેલ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે. જેને લઇ આજે પાટણમાં પણ એનએસયુઆઇ દ્રારા કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા અને જે તે કોલેજ સામે પણ કાયદેસરના પગલા લેવામાં માંગ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં ઉમેદવારો કલેક્ટર કચેરીએ પહોંચતા થોડીકવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પાટણ: બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ સામે ઉમેદવારો લાલઘૂમ, આવેદનપત્ર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા ગત તારીખ 17 નવેમ્બર 2019ના રોજ સમગ્ર ગુજરાતમાં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજાયેલ હતી. આ પરીક્ષામાંગુજરાતના અમુક જિલ્લાઓમાં ગેરરીતિ આચરવામાં આવી હતી. જેના સમગ્ર વિડીયો ફુટેજ સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રીક મીડિયામાં આવ્યા હતા. જે કેન્દ્રોની ગેરરીતિની બાબત પ્રકાશમાં આવી છે તે સરકારે હજી સુધી કઇ જ ધ્યાનમાં લીધું ન હોવાના આક્ષેપ થયા છે.

પાટણ: બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ સામે ઉમેદવારો લાલઘૂમ, આવેદનપત્ર

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પરીક્ષામાં બીજા અમુક કેન્દ્રોમાં પણ ગેરરીતિ થઇ છે. જે હજી સુધી પ્રકાશમાં પણ આવ્યું નથી. પાલનપુર, સુરેન્દ્રનગર, ભાવનગર, ચોટીલા, અરવલ્લી, ગીર, સોમનાથ જેવા મોટા શહેરોની જ વાત હજી બહાર આવી છે. પાટણ એનએસયુઆઇ દ્રારા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે, આવી મોટી બેદરકારી તેમજ ગુજરાતને કલંકિત કરનારી ઘટના થઇ હોવાથી વહેલી તકે નિષ્પક્ષ તપાસ કરી દોષિતોને કડક સજા કરવા માટે માંગ કરાઇ છે.