ઝડપ્યો@પાટણ: LCBએ હોસ્પિટલથી ફરાર થયેલા આરોપીને ગણતરીના કલાકોમાં દબોચ્યો

અટલ સમાચાર, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી) ધારપુર મેડીકલ કોલેજમાં સારવાર માટે આવેલો આરોપી ફરાર થયાના ગણતરીના કલાકોમાં LCBએ તેને દબોચી લીધો છે. ગઇકાલે સાંજે વાગદોડ પોલીસ સ્ટેશને નોંધાયેલા ગુનાના આરોપીને સબજેલમાં લકવાની અસર જણાતાં તેને સારવાર અર્થે ધારપુર ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તે પોલીસકર્મીઓની નજર ચૂકવી ફરાર થઇ ગયો હતો. જે બાદમાં SPએ તાત્કાલિક ઘટનાને ગંભીરતાથી
 
ઝડપ્યો@પાટણ: LCBએ હોસ્પિટલથી ફરાર થયેલા આરોપીને ગણતરીના કલાકોમાં દબોચ્યો

અટલ સમાચાર, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી)

ધારપુર મેડીકલ કોલેજમાં સારવાર માટે આવેલો આરોપી ફરાર થયાના ગણતરીના કલાકોમાં LCBએ તેને દબોચી લીધો છે. ગઇકાલે સાંજે વાગદોડ પોલીસ સ્ટેશને નોંધાયેલા ગુનાના આરોપીને સબજેલમાં લકવાની અસર જણાતાં તેને સારવાર અર્થે ધારપુર ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તે પોલીસકર્મીઓની નજર ચૂકવી ફરાર થઇ ગયો હતો. જે બાદમાં SPએ તાત્કાલિક ઘટનાને ગંભીરતાથી લઇ તમામ પોલીસ મથકે સુચના કરતાં પોલીસની ટીમ કામે લાગી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના વાગદોડ પોલીસ મથકે IPSની કલમ 363. 376(2)N મુજબ નોંધાયેલા ગુનાનો આરોપી ઠાકોર મહેશજી ઉર્ફે વિનાજી કેલાજી (ઉ.વ.23) રહે.બોડાલ, તા.ડીસા, જી.બનાસકાંઠા ધારપુર હોસ્પિટલમાંથી ગઇકાલે ફરાર થઇ ગયો હતો. જેને લઇ પાટણ જીલ્લા પોલીસવડા અક્ષયરાજે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીને તુરંત પકડી પાડવા સુચના કરી હતી. જે અનુસંધાને LCB ઇ.PI એ.બી.ભટ્ટ, ASI ભાણજીજી, H.C કિર્તીસિંહ, વનરાજસિંહ, સરદારસિંહ, રણવિરસિંહ, જયેશજી, P.C મોડજીજી અને બાલીસણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ આરોપીની તપાસમાં હતો.

ઝડપ્યો@પાટણ: LCBએ હોસ્પિટલથી ફરાર થયેલા આરોપીને ગણતરીના કલાકોમાં દબોચ્યો

આ દરમ્યાન ASI ભાણજીજી, HC જયેશજી અને PC મોડજીજીને સંયુક્ત બાતમી મળી હતી કે, ગઇકાલે ફરાર થયેલો આરોપી હાલ કમલીવાડા, તા.પાટણની સીમમાં હાજર છે. જેથી તાત્કાલિક બાતમીવાળી જગ્યાએ જઇ આરોપીને ફરાર થયાના ગણતરીના કલાકોમાં LCBએ દબોચી લીધો હતો. આ સાથે આરોપીને આગળની કાર્યવાહી કરવા બાલીસણા પોલીસ સ્ટેશને સોંપ્યો હોવાનું સામે આવ્યુ છે.