આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

પાટણમાં જીતી શકે તેવો ઉમેદવાર પસંદ કરવો ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન બની રહ્યું છે. વિધાનસભામાં ચારમાંથી ત્રણ બેઠકો કોંગ્રેસે કબજે કરી હતી. પાટીદાર અને ઠાકોર આંદોલનની સૌથી વધુ અસર જાણે પાટણ જીલ્લામાં થયો હોવાને પગલે ભાજપ મુંઝવણમાં છે. આથી લોકસભા માટે દિલીપ ઠાકોર અથવા ભરતસિંહ ડાભીને ટિકિટ મળવાની સંભાવનાથી બંને અંદરથી ખુશ નથી.

પાટણ લોકસભા બેઠક માટે કોંગ્રેસના જગદીશ ઠાકોર લગભગ ફાઇનલ છે. જ્યારે ભાજપમાં જુગલ ઠાકોર, દિલીપ ઠાકોર અને ભરતસિંહ ડાભી ચર્ચામાં છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કોંગ્રેસને ટક્કર આપી શકે તેવો ચહેરો ભાજપ શોધી રહ્યું છે. જેમાં બે ધારાસભ્યોના મુદ્દે મંથન ચાલી રહ્યું છે.

ખેરાલુ વિધાનસભા બેઠક પાટણ લોકસભામાં આવતી હોવાથી ભાજપ જુના જોગી અને ધારાસભ્ય ભરતસિંહ ડાભીને ટીકીટ આપી શકે છે. જ્યારે બીજી તરફ પાટીદાર અને ઠાકોર આંદોલનની વચ્ચે પણ જીતી ગયેલા ચાણસ્મા ધારાસભ્ય દિલીપ ઠાકોરને પાર્ટી ઉમેદવાર બનાવે તો પણ નવાઈ નહીં.

હકીકતે બંને ધારાસભ્યોને પાટણ લોકસભામાં હાર-જીત સહિતની રાજકીય પરિસ્થિતિ વચ્ચે વિશે ખ્યાલ હોવાથી ઉમેદવાર થવા આતુર નથી. હાલ રાજ્ય સરકારમાં મંત્રી હોવાથી માત્ર સાંસદ થવું પણ યોગ્ય લાગતું નથી. આ સાથે બેઠક જીતવી પણ મુશ્કેલ હોવાથી પાર્ટી આદેશ ન કરે તેવી મૂંઝવણ બંને ધારાસભ્યો સતાવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code