પાટણઃ માતૃવંદના અને રાણકીવાવ ઉત્સવ અંગેની બેઠક યોજાઇ

અટલ સમાચાર, પાટણ પાટણ કલેકટર કચેરી વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લાના સિધ્ધપુર તાલુકા મથકે માતૃવંદના ઉત્સવ અને પાટણ ખાતે રાણકીવાવ ઉત્સવની ઉજવણી અંગેની જિલ્લા કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતુ કે, પાટણ જિલ્લામાં રાધનપુર ખાતે તા.17 અને 18-નવેમ્બર-2019 ના રોજ માતૃવંદના ઉત્સવ અને પાટણ ખાતે તારીખ
 
પાટણઃ માતૃવંદના અને રાણકીવાવ ઉત્સવ અંગેની બેઠક યોજાઇ

અટલ સમાચાર, પાટણ

પાટણ કલેકટર કચેરી વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લાના સિધ્ધપુર તાલુકા મથકે માતૃવંદના ઉત્સવ અને પાટણ ખાતે રાણકીવાવ ઉત્સવની ઉજવણી અંગેની જિલ્લા કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતુ કે, પાટણ જિલ્લામાં રાધનપુર ખાતે તા.17 અને 18-નવેમ્બર-2019 ના રોજ માતૃવંદના ઉત્સવ અને પાટણ ખાતે તારીખ 21 અને 22 નવેમ્બર-2019ના રોજ રાણકીવાવ ઉત્સવ યોજાનાર છે.

આ બન્ને કાર્યક્રમમાં આયોજન, સંચાલન, મેદાનની સાફ-સફાઇ, મંડપની વ્યવસ્થા, સ્ટેજની વ્યવસ્થા, આમંત્રણ પત્રિકાની વ્યવસ્થા, પ્રચાર-પ્રસારની કામગીરી, સ્ટીકરો સાથે બેઠક વ્યવસ્થા, સ્વાગતની વ્યવસ્થા, સાઉન્ડ સીસ્ટમ, એનાઉન્સમેન્ટ તેમજ વિજળી વ્યવસ્થા વગેરે મુદ્દાઓ ઉપર અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.

આ બન્ને પ્રોગ્રામોમાં સુપ્રત કરવામાં આવેલ કામગીરી નિષ્ઠા અને ફરજપૂર્વક નિભાવવા અને દરેક અધિકારીઓને ઉત્સવમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.ટી.સોનારા, પાટણ પ્રાંત અધિકારી સ્વપ્નીલખેર, સિધ્ધપુર પ્રાંત અધિકારી તુવર, જિલ્લા રમત-ગમત અધિકારી વિરેન્દ્ર પટેલતેમજ સલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.