પાટણ: ધારાસભ્ય અને ઉપપ્રમુખ સામસામે, કોંગ્રેસમાં ગૃહયુદ્ધ પાર્ટ-2

અટલ સમાચાર, મહેસાણા પાટણ શહેર કોંગ્રેસમાં ફરી એકવાર ટકરાવ અને આંતરિક ઘર્ષણની શરૂઆત થઇ છે. પાલિકાના બે કોંગી નગરસેવકો ભાજપમાં જોડાઈ જતાં કોંગી ધારાસભ્ય વિરુદ્ધ પાલિકાના ઉપપ્રમુખની સ્થિતિ બની છે. આ સાથે પાટણ પાલિકાની કમિટીઓમાં ફેરબદલ થવાની સંભાવના વધી છે. જેમાં ધારાસભ્ય પાટીદારોનો દબદબો વધારી રહ્યાનો આક્ષેપ કોંગ્રેસના જ લાલેશ ઠક્કર કરતાં ચકચાર મચી ગઇ
 
પાટણ: ધારાસભ્ય અને ઉપપ્રમુખ સામસામે, કોંગ્રેસમાં ગૃહયુદ્ધ પાર્ટ-2

અટલ સમાચાર, મહેસાણા

પાટણ શહેર કોંગ્રેસમાં ફરી એકવાર ટકરાવ અને આંતરિક ઘર્ષણની શરૂઆત થઇ છે. પાલિકાના બે કોંગી નગરસેવકો ભાજપમાં જોડાઈ જતાં  કોંગી ધારાસભ્ય વિરુદ્ધ પાલિકાના ઉપપ્રમુખની સ્થિતિ બની છે. આ સાથે પાટણ પાલિકાની કમિટીઓમાં ફેરબદલ થવાની સંભાવના વધી છે. જેમાં ધારાસભ્ય પાટીદારોનો દબદબો વધારી રહ્યાનો આક્ષેપ કોંગ્રેસના જ લાલેશ ઠક્કર કરતાં ચકચાર મચી ગઇ છે.

પાટણ: ધારાસભ્ય અને ઉપપ્રમુખ સામસામે, કોંગ્રેસમાં ગૃહયુદ્ધ પાર્ટ-2

પાટણ નગરપાલિકામાં કોંગ્રેસ અને ભાજપની મિશ્ર સત્તા છે. પાટણ વિધાનસભાના ધારાસભ્ય કોંગ્રેસના છે. જ્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ લાલેશ ઠક્કર પાલિકામાં ઉપપ્રમુખ તરીકે છે. હવે અચાનક બે કોંગી નગરસેવકો ભાજપમાં જોડાઈ જતાં વગર ચુંટણીમાં રાજકીય દાવપેચ શરૂ થયા છે. ધારાસભ્ય કિરીટ પટેલ પાલિકામાં કમિટી ચેરમેનો પાટીદાર બનાવવાનો પ્લાન કરતાં હોવાનો આક્ષેપ લાલેશ ઠક્કરે કરતાં ખળભળાટ મચી ગયો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પાટણ પાલિકામાં પ્રમુખ ભાજપી બન્યા છે જ્યારે ઉપપ્રમુખ કોંગ્રેસના છે. આથી બંને વચ્ચે કમિટીઓ કબ્જે રાખવાની હોડ વચ્ચે ધારાસભ્યની ભૂમિકા ઉભી થઇ છે. કોંગી ધારાસભ્ય પાટીદાર નગરસેવકોને ચેરમેનો બનાવવા ઈચ્છતા હોવાની રજૂઆત પ્રદેશ કોંગ્રેસમાં કરવામાં આવી છે. જો પાટણ કોંગ્રેસમાં ગૃહયુદ્ધનું યોગ્ય નિરાકરણ નહિ આવે તો નવાજૂની થવાની સંભાવના બતાવી છે.

પાટણ: ધારાસભ્ય અને ઉપપ્રમુખ સામસામે, કોંગ્રેસમાં ગૃહયુદ્ધ પાર્ટ-2
Advertise

કમિટીમાંથી જ ચેરમેન બંને – ધારાસભ્ય, પાટણ

આ અંગે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે, જે સભ્યો ચેરમેન બનશે તે કોઈને કોઈ કમિટીઓમાં છે. ભાજપમાંથી આવેલા કેટલાક ચેરમેન બને છે એટલે પાટીદારોની વાત નથી.

તમામ સમાજને મહત્વ આપવું જોઈએ- લાલેશ ઠક્કર

સમગ્ર મામલે લાલેશ ઠક્કરે જણાવ્યું હતું કે, તમામ ચેરમેનો પાટીદાર ના બને. કોંગ્રેસ વિચારધારા મુજબ તમામ સમાજને મહત્વ આપવું જોઈએ. આથી આવતીકાલે જે બોર્ડ મિટીંગ મળશે તેનો વિરોધ કરીશું.