File Photo
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, પાટણ

કોરોના વાયરસના વધતા જઈ રહેલા સંક્રમણની શક્યતાઓ તપાસવા નેશનલ ઈન્ફોર્મેટીક્સ સેન્ટર દ્વારા દેશવ્યાપી સરવે હાથ ધરવામાં આવશે. તમામ મોબાઈલધારકોના ફોન પર ૧૯૨૧ નંબર પરથી ફોન કરવામાં આવશે, જેમાં સાચી માહિતી અને પ્રશ્નોના સાચા જવાબ આપી સરકારની જાહેર આરોગ્યલક્ષી ઝુંબેશમાં સહભાગી થવા અનુરોધ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર આરોગ્યને અસર કરતાં કોરોના વાયરસના સંક્રમણનો વધી રહેલો વ્યાપ, વ્યાપક લક્ષણો અને તેના વિવરણ માટે દેશવ્યાપી સરવે હાથ ધરવામાં આવ્યો છે. નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા ૧૯૨૧ નંબર પરથી તમામ મોબાઈલધારકોને ફોન કરી તેમના આરોગ્યને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે તથા જરૂરી વિગતો મેળવવામાં આવશે. જેનો ઉપયોગ માહિતી એકત્રીકરણની સાથે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા આગામી દિવસોમાં ભરવાના થતા જરૂરી પગલાઓ અને નીતિ ઘડતર માટે થઈ શકશે.

૧૯૨૧ નંબર પરથી આવનાર ફોન કૉલ દ્વારા ખરેખરમાં આ સરવે હાથ ધરવામાં આવનાર હોઈ, કોઈ નાગરીકોએ ખોટી અફવા ફેલાવ્યા કે ગભરાયા વગર પૂછવામાં આવનાર પ્રશ્નો અને માહિતીને સાચી રીતે રજૂ કરે તે જરૂરી છે. અન્ય કોઈપણ નંબર પરથી કોરોના વાયરસ સંદર્ભે સરવે કરવામાં આવનાર ન હોઈ તેના પર ધ્યાન આપવું નહીં.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code