પાટણઃ આંતર જિલ્લા આવન-જાવન માટે કોઈ પાસ કે મંજુરીની જરૂર નથી

અટલ સમાચાર, પાટણ રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા લોકડાઉન સંદર્ભે આર્થિક પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવા તથા લોકોની આજીવિકાને સુદ્રઢ કરવા તથા આ દરમિયાન સ્વચ્છતા અને આરોગ્ય સબંધી બાબતોની જાળવણીના હેતુસર માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે. જે ધ્યાને લેતાં જિલ્લા મેજીસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા તા.૧૯/૦૫/૨૦૨૦ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામામાં વિવિધ સુધારા તથા નવી સુચનાઓનો ઉમેરો કરવામાં
 
પાટણઃ આંતર જિલ્લા આવન-જાવન માટે કોઈ પાસ કે મંજુરીની જરૂર નથી

અટલ સમાચાર, પાટણ

રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા લોકડાઉન સંદર્ભે આર્થિક પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવા તથા લોકોની આજીવિકાને સુદ્રઢ કરવા તથા આ દરમિયાન સ્વચ્છતા અને આરોગ્ય સબંધી બાબતોની જાળવણીના હેતુસર માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે. જે ધ્યાને લેતાં જિલ્લા મેજીસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા તા.૧૯/૦૫/૨૦૨૦ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામામાં વિવિધ સુધારા તથા નવી સુચનાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે.જે મુજબ આંતર જિલ્લા આવન-જાવન માટે કોઈ જ પાસ કે મંજુરીની આવશ્યકતા રહેશે નહીં.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આંતર રાજ્ય તથા રાજ્યની સરહદ પરથી આવન-જાવન માટે પાસ કે મંજુરી અગાઉની સુચનાઓ અનુસાર મેળવવાની રહેશે. જો કોઈપણ વ્યક્તિ COVID-19ના લક્ષણો ધરાવતી જણાશે તો તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલાઈઝ કરવામાં આવશે તથા આગળ મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં. કન્ટેઈનમેન્ટ ઝોનમાં ફક્ત આવશ્યક સેવાઓ ૦૮.૦૦ કલાકથી ૧૫.૦૦ કલાક સુધી જ ચાલુ રાખી શકાશે. જ્યારે કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં તમામ દુકાનો ૦૮.૦૦ કલાકથી ૧૬.૦૦ સુધી જ ચાલુ રાખી શકાશે. ઉદ્યોગો તથા પેટ્રોલ પંપ સવારે ૦૮.૦૦ કલાકથી ૧૮.૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે. તમામ પ્રકારના દવાખાના, લેબોરેટરી, દવાની દુકાન કોઈપણ બાધ વગર ખુલ્લી રહેશે.

રાત્રીના ૦૭.૦૦ કલાકથી સવારના ૦૭.૦૦ કલાક સુધી કર્ફ્યુ યથાવત રાખવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલાની મુવમેન્ટ માટે કર્ફ્યુ પાસ જે-તે સબંધિત કચેરીના વડા કે ઈન્સિડેન્ટ કમાન્ડર દ્વારા ઈસ્યુ કરવામાં આવશે. આર્થિક પ્રવૃત્તિ સંદર્ભે રાજ્ય સરકારની માર્ગદર્શિકા અન્વયે પાટણ જિલ્લા મેજીસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા અગાઉ પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામા મુજબની તમામ છુટછાટો યથાવત રહેશે.