ખળભળાટ@પાટણ: ભૂતપૂર્વ 2 શિક્ષણાધિકારીના હુકમો રદ્દબાતલ, 22 શિક્ષકોની બદલી રદ્દ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ આલમમાં ભૂતકાળમાં થયેલા વહીવટ હુકમો ઉપર સૌથી મોટી કાર્યવાહી થઈ રહી છે. તાજેતરમાં નિવૃત્ત થયેલા ડીપીઇઓ ચૌધરીના હુકમો રદ્દબાતલ થયા બાદ વધુ 2 ડીપીઇઓ પણ ઝપટમાં આવ્યા છે. ગઇકાલે એકસાથે વધુ 22 શિક્ષકોની બદલી રદ્દ કરવામાં આવી છે. આ 22 શિક્ષકોની બદલી સરેરાશ 3 વર્ષ
 
ખળભળાટ@પાટણ: ભૂતપૂર્વ 2 શિક્ષણાધિકારીના હુકમો રદ્દબાતલ, 22 શિક્ષકોની બદલી રદ્દ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ આલમમાં ભૂતકાળમાં થયેલા વહીવટ હુકમો ઉપર સૌથી મોટી કાર્યવાહી થઈ રહી છે. તાજેતરમાં નિવૃત્ત થયેલા ડીપીઇઓ ચૌધરીના હુકમો રદ્દબાતલ થયા બાદ વધુ 2 ડીપીઇઓ પણ ઝપટમાં આવ્યા છે. ગઇકાલે એકસાથે વધુ 22 શિક્ષકોની બદલી રદ્દ કરવામાં આવી છે. આ 22 શિક્ષકોની બદલી સરેરાશ 3 વર્ષ અગાઉ થઇ હતી. આ હુકમો ભૂતપૂર્વ 2 ડીપીઇઓ દ્વારા થયા હતા. આવી સ્થિતિમાં 52 બાદ વધુ 22 શિક્ષકોને મૂળ શાળામાં મોકલવાનો હુકમ કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. આ તમામ ગતિવિધિને પગલે કુલ 3 ડીપીઇઓની વહીવટ ભૂમિકા શંકાસ્પદ બની છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને નિયામકની કચેરી દ્વારા અત્યારે ભૂતકાળમાં થયેલી કથિત ગેરરીતિ ઉપર તપાસ સાથે કાર્યવાહી ફાસ્ટ ટ્રેકમાં છે. તત્કાલીન ડીપીઇઓ ચૌધરી વિરુદ્ધ રજૂઆતો બાદ થયેલી તપાસમાં ચોંકાવનારી વિગતો મળી આવી છે. ડીપીઇઓ ચૌધરીએ વિવિધ કારણો આધારે કરેલી શિક્ષકોની બદલીઓ તપાસતાં ભૂતકાળમાં થયેલી બદલીઓ પણ સામે આવી છે. હમણાં થોડા દિવસ પહેલાં 52 શિક્ષકોની બદલી રદ્દ કર્યા બાદ ભૂતપૂર્વ 2 ડીપીઇઓ પણ શંકાના દાયરામાં આવ્યા હતા. ભૂતપૂર્વ ડીપીઇઓ જે.ડી પંડ્યા અને એન.એમ રાઠોડે પોતાની ફરજ દરમ્યાન ગેરરીતિ આચરી હુકમો કર્યા હોવાનું સામે આવ્યું છે. નિયામકે ગઈકાલે શુક્રવારે કુલ 22 શિક્ષકોની બદલી રદ્દ કરી દીધી છે. આ 22 શિક્ષકોને આજથી સરેરાશ 3 વર્ષ અગાઉ બદલી કરી નવી શાળામાં મૂકવા હુકમો થયા હતા. જોકે તપાસમાં આ હુકમો અયોગ્ય હોવાનું માલૂમ પડતાં તાત્કાલિક અસરથી રદ્દ કરવામાં આવ્યા છે. આ હુકમો થયા ત્યારે ડીપીઇઓ તરીકે એન. એમ રાઠોડ અને જે.ડી પંડ્યા હોવાનું હાલના ઈન્ચાર્જ ડીપીઇઓ બિપીન પટેલે જણાવ્યું છે.

ખળભળાટ@પાટણ: ભૂતપૂર્વ 2 શિક્ષણાધિકારીના હુકમો રદ્દબાતલ, 22 શિક્ષકોની બદલી રદ્દ
File Photo

સૂત્રોએ જણાવ્યું હતું કે, જ્યારે ડીપીઇઓ ચૌધરીએ કરેલી બદલીઓ રદ્દ થતાં ભૂતકાળમાં પણ આવી બદલીઓ થઇ હોવાનું જણાવવામાં આવ્યું હતું. આથી નિયામક કચેરી દ્વારા ભૂતકાળમાં થયેલી બદલીઓ પણ ચકાસવામાં આવતાં ચોંકાવનારી વિગતો મળી આવી હતી. જેની તપાસ કરતાં આખરે 3 વર્ષ પહેલાંની કુલ 22 બદલીઓ પણ રદ્દ થઈ છે. આવી સ્થિતિમાં અગાઉ વિવિધ કારણે અને વિવિધ પ્રયાસથી કરેલી કે કરાવેલી બદલી નિષ્ફળ જતાં શિક્ષણ આલમમાં હડકંપ મચી ગયો છે. તાજેતરના ડીપીઇઓ ચૌધરી બાદ વધુ 2 ડીપીઇઓની વહીવટી ભૂમિકા શંકાસ્પદ બનતાં કથિત કૌભાંડના મૂળ વર્ષો જૂના અને કેટલા હદે હોવાની કલ્પના હચમચાવી રહી છે.