પાટણઃ ટ્રમ્પભાઇની પત્નીને ભેટસ્વરૂપે પટોળા આપશે વડાપ્રધાન

અટલ સમાચાર, ડેસ્ક અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ 24મી ફેબ્રુઆરીના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે ગુજરાતની પરંપરાના ભાગરૂપે ટ્રમ્પને ભેટસ્વરૂપે વિશ્વ વિખ્યાત પાટણનું પટોળું અને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન પામેલી પાટણની ‘રાણી કી વાવ’ની પ્રતિકૃતિ પીએમ મોદી દ્વારા આપવામાં આવશે. સામાન્ય રીતે વિદેશી મહેમાનોને ગાંધીજીનો ચરખો અને અમદાવાદની સીદી સૈયદની જાળીની પ્રતિકૃતિ ભેટસ્વરૂપે આપવામાં આવે
 
પાટણઃ ટ્રમ્પભાઇની પત્નીને ભેટસ્વરૂપે પટોળા આપશે વડાપ્રધાન

અટલ સમાચાર, ડેસ્ક

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ 24મી ફેબ્રુઆરીના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે ગુજરાતની પરંપરાના ભાગરૂપે ટ્રમ્પને ભેટસ્વરૂપે વિશ્વ વિખ્યાત પાટણનું પટોળું અને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન પામેલી પાટણની ‘રાણી કી વાવ’ની પ્રતિકૃતિ પીએમ મોદી દ્વારા આપવામાં આવશે. સામાન્ય રીતે વિદેશી મહેમાનોને ગાંધીજીનો ચરખો અને અમદાવાદની સીદી સૈયદની જાળીની પ્રતિકૃતિ ભેટસ્વરૂપે આપવામાં આવે છે. પરંતુ મોદી દ્વારા વિશ્વભરમાં વિખ્યાત ‘રાણી કી વાવ’ અને પાટણના પટોળાની ગિફ્ટ ટ્રમ્પ દંપતીને આપવામાં આવે એવી શક્યતા છે.

‘રાણી કી વાવ’ ગુજરાતના પાટણ શહેરમાં સરસ્વતી નદીના કિનારે આવેલી એક ઐતિહાસિક વાવ છે. વાવ કુલ 7 માળ જેટલી ઉંડી છે. વર્ષ 2014માં આ વાવને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરેલી છે. 11મી સદીમાં બનેલી ‘રાણી કી વાવ’ ભીમદેવ સોલંકીએ તેમની પત્ની ઉદયમતીની યાદમાં બંધાવી હતી. આ વાવની દીવાલો પર ભગવાન રામ, વામન અવતાર, મહિષાસુરમર્દિની, કલ્કી અવતાર અને ભગવાન વિષ્ણૂના વિભિન્ન અવતારો જોવા મળે છે. આ ઉપરાંત RBIએ વર્ષ 2018માં બહાર પાડેલી રૂ.100ની ચલણી નોટની પાછળની બાજુએ રાણી કી વાવનો ફોટો છાપવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સ્વર્ગસ્થ ઈન્દિરા ગાંધી, અભિનેત્રી નરગીસ દત્ત, રાજીવ ગાંધી, અમિતાભ બચ્ચન અને સોનિયા ગાંધી ખાસ પાટણથી જ પટોળા મંગાવતા હતા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે જુદા જુદા સમયે પટોળાની પાઘડી પહેરી ચૂક્યા છે. આ પટોળા ફેશન ઈન્ડસ્ટ્રીમાં રેમ્પ વૉક પર પણ પોતાનો કમાલ દર્શાવી ચૂક્યા છે.

પાટણના પટોળા વિશ્વ વિખ્યાત છે તેના અંગે ભાગ્યે જ કોઈ ગુજરાતી અજાણ હશે. પટોળા બનાવવા માટે જે કલર વપરાય છે, તે પણ કુદરતી હોય છે. એટલે અકીક, ગુલાલ અને ફળ, ફૂલની છાલમાંથી જ આ કલર બનાવવામાં આવે છે. કુદરતી કલર બનાવવાની પ્રક્રિયા પણ માત્ર પાટણના સાલ્વી પરિવારો જ જાણે છે. આટલી મહેનત કર્યા બાદ બનતા પટોળાની કિંમત 1 લાખથી 2 અઢી લાખ સુધી પહોંચે છે. જો કે પટોળાની કિંમતનો આધાર તેની ડિઝાઈન પર હોય છે. પટોળા વિશેની આ કહેવત પણ તમે સાંભળી જ હશે. આ કહેવત પ્રમાણે પટોળા પર બનેલી ડિઝાઈન વર્ષો સુધી ટકી શકે છે. કહેવાય છે કે પટોળા સાડી એ 70થી 80 વર્ષ સુધી ફાટતી નથી. અને જો પટોળું ફાટી પણ જાય તો તેની ડિઝાઈન તો ભૂંસાતી જ નથી. એટલે જ કહેવતમાં કહેવાયું છે ફાટે પણ ફીટે નહીં.