પાટણ: પોલીસે 5 લાખના દારૂ સાથે 12.94 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

અટલ સમાચાર,પાટણ પાટણ પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણાની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક એચ કે વાઘેલાના માર્ગદર્શન હેઠળ સાંતલપુર પોલીસ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન પોલીસે બાતમીને આધારે એક અશોક લેલન ટ્રકમાંથી પાંચ લાખનો દારૂ ઝડપી પાડયો છે. પાટણ જિલ્લાના સાંતલપુર રાધનપુર હાઇવે ઉપર થી સાંતલપુર પોલીસ બાતમીને આધારે એક ટ્રક માંથી પાંચ લાખના દારૂ સહિત કુલ
 
પાટણ: પોલીસે 5 લાખના દારૂ સાથે 12.94 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

અટલ સમાચાર,પાટણ

પાટણ પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણાની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક એચ કે વાઘેલાના માર્ગદર્શન હેઠળ સાંતલપુર પોલીસ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન પોલીસે બાતમીને આધારે એક અશોક લેલન ટ્રકમાંથી પાંચ લાખનો દારૂ ઝડપી પાડયો છે.પાટણ: પોલીસે 5 લાખના દારૂ સાથે 12.94 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

પાટણ જિલ્લાના સાંતલપુર રાધનપુર હાઇવે ઉપર થી સાંતલપુર પોલીસ બાતમીને આધારે એક ટ્રક માંથી પાંચ લાખના દારૂ સહિત કુલ 12,94,836નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે સાદપૂરા તા.સાંતલપુરની ગોપાલ હોટલના કમ્પાઉન્ડમાંથી બિનવારસી હાલતમાં એક ટ્રક ઝડપી પાડી છે. પોલીસે ટ્રક માંથી દારૂની પેટી 151 કુલ બોટલ 7248 કુલ કિંમત 5,94,336નો ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.