પાટણઃ કાળા ડિંબાગ વાદળો અને બફારા બાદ 5 તાલુકામાં વરસાદ નોંધાયો

અટલ સમાચાર, સિધ્ધપુર (હર્ષલ ઠાકર) ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોઇ રાજ્યમાં હવામાન વિભાગે મધ્યમથી અતિભારે વરસાદની આગાહી કરી હતી.પાટણ તાલુકામાં 24 કલાકમાં 9 તાલુકા પૈકી 5 તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો છે. જોકે કાળા ડિંબાગ વાદળો વચ્ચે મોડી રાત્રે અને સવારે પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેમાં ખાસ કરીને સમી, હારિજ, રાધનપુર,સાંતલપુર અને શંખેશ્વરમાં 3થી
 
પાટણઃ કાળા ડિંબાગ વાદળો અને બફારા બાદ 5 તાલુકામાં વરસાદ નોંધાયો

અટલ સમાચાર, સિધ્ધપુર (હર્ષલ ઠાકર)

ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોઇ રાજ્યમાં હવામાન વિભાગે મધ્યમથી અતિભારે વરસાદની આગાહી કરી હતી.પાટણ તાલુકામાં 24 કલાકમાં 9 તાલુકા પૈકી 5 તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો છે. જોકે કાળા ડિંબાગ વાદળો વચ્ચે મોડી રાત્રે અને સવારે પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેમાં ખાસ કરીને સમી, હારિજ, રાધનપુર,સાંતલપુર અને શંખેશ્વરમાં 3થી 4 મીમી વરસાદ નોંધાયોં છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આકરી ગરમી અને ભયંકર બાફ અનુભવ્યા બાદ ગઇકાલથી તે આજ સવાર સુધી મેઘ મહેર શરૂ થઈ હતી. પાટણ જિલ્લામાં આજ સવારે પુરા થતા 24 કલાકમાં 9 તાલુકા પૈકી 5 તાલુકાઓમાં વરસાદ  જોવા મળ્યો છે. જેમા સમી 14 મીમી, હારિજ 4 મીમી,રાધનપુર 3 મીમી, સાંતલપુર 3 મીમી અને શંખેશ્વરમાં 2 મીમી જેટલો નોંધપાત્ર વરસાદ નોંધાયો હોવાનુ સૂત્રોએ જણાવ્યુ છે. ગત 24 કલાકમાં પાટણ, ચાણસ્મા, સરસ્વતી અને સિદ્ધપુરમાં નોંધપાત્ર કહી શકાય તેવો વરસાદ પડ્યો ના હોવાનુ જાણવા મળેલ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, વરસાદની સ્થિતિ ચોમાસાની શરૂઆતથી જ સારી રહી છે. સમગ્ર જિલ્લામાં સિઝન નો કુલ વરસાદ 65 મીમી થયો છે. પાટણ જિલ્લામાં સમગ્ર સિઝનનો અપેક્ષિત વરસાદ 584 મીમી છે. જોકે કોરોના મહામારી, તીડ આક્રમક,હવામાનમાં ફેરફારથી ચકચાર મચી છે. અનેક મુશ્કેલી વચ્ચે રવિ સિઝનની શરૂઆત થઈ છે.