પાટણઃ રણુંજના યુવા ખેલાડીએ સમગ્ર ગુજરાતમાં લાંબીકુદની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો

અટલ સમાચાર, પાટણ યુવાનોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગ્રત કરી રમત-ગમત ક્ષેત્રમાં આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના મહિલા અને પુરુષ હોમગાર્ડની વચ્ચે કબડ્ડી, ખો-ખો, ગોળાફેક, ૧૦૦ મીટર દોડ. ૨૦૦ મીટર દોડ, લાંબીકુદ, ઊચીકુદ, વોલીબોલની જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
 
પાટણઃ રણુંજના યુવા ખેલાડીએ સમગ્ર ગુજરાતમાં લાંબીકુદની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો

અટલ સમાચાર, પાટણ

યુવાનોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગ્રત કરી રમત-ગમત ક્ષેત્રમાં આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના મહિલા અને પુરુષ હોમગાર્ડની વચ્ચે કબડ્ડી, ખો-ખો, ગોળાફેક, ૧૦૦ મીટર દોડ. ૨૦૦ મીટર દોડ, લાંબીકુદ, ઊચીકુદ, વોલીબોલની જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હોમગાર્ડ યુનિટ, રણુંજના યુવા ખેલાડી રાહુલ ડાભડીયાએ સમગ્ર ગુજરાતમાં લાંબીકુદની સ્પર્ધામાં પ્રથમ નંબર સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

લાંબીકુદમાં પ્રથમ નંબર વિજેતા ચાણસ્મા તાલુકાના પીંઢારપુરના વતની રાહુલડાભડીયા એક સામાન્ય ખેડુત કુટુંબમાંથી આવે છે, જેઓ ઘરની સામાન્ય પરિસ્થિતિ હોવાના કારણે ઉચ્ચ અભ્યાસ કરી શક્યા નહી અને ધોરણ ૧૦ સુઘી જ અભ્યાસ કર્યો. રાહુલે પોતાની મહેનત અને પ્રબળ આત્મવિશ્વાસથી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. રાહુલના મોટા ભાઈ ભારતીય સેનામાં ફરજ બજાવે છે તેમના જીવનમાંથીપ્રેરણા લઈને પોતે પણ પોતાના દેશ માટે કાંઈ કરી છુટવાની તમન્ના સાથે મહેનત કરી વિજેતા બન્યો છે.

નિષ્ફળતામાં જ સફળતાની ચાવી રહેલી છે તે કહેવતને સાર્થકકરતા રાહુલ કહે છે કેસફળતા મેળવવા માટે સખત મહેનત જરૂર છે. તેમણે ૧૦૦ મીટર અને લાંબીકુદ એમ બે સ્પર્ધામાં ભાગ લીધો હતો. સૌ પ્રથમ તે ૧૦૦ મીટર દોડમાં નિષ્ફળ જતાં તેણે હાર માની નહી અને લાંબીકુદમાં પ્રબળ આત્મવિશ્વાસથી પ્રથમ નંબર મેળવ્યો. નિષ્ફળતાથી હારી જવાની જરૂર નથી પરંતુ સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ. રાહુલે આગામી સ્પર્ધામાં વધુ મહેનત કરીને ૧૦૦ મીટર દોડ અને લાંબીકુદમાં ગોલ્ડ મેડલ મેળવશે તેવો આત્મવિશ્વાસ દર્શાવ્યો હતો.