પાટણ: કોરોન્ટાઈલ કરાયેલા શંકાસ્પદ કોરોના વાયરસના દર્દીનો ટેસ્ટ નેગેટીવ

અટલ સમાચાર, પાટણ કોરોના વાયરસ સંક્રમણની શક્યતાઓ પર જિલ્લા વહિવટી તંત્રની સતત નજર પાટણની ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે શંકાસ્પદ કોરોના વાયરસના દર્દીના લેવામાં આવેલા ટેસ્ટ સેમ્પલ નેગેટીવ આવ્યા છે. તકેદારીના ભાગરૂપે પાટણ જિલ્લામાં પ્રવેશેલા 58 પ્રવાસીઓને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. આ પ્રવાસીઓના નજીકના ઘર અને વ્યક્તિઓનું આરોગ્યકર્મીઓ દ્વારા સ્ક્રિનીંગ કરવામાં આવી રહ્યું છે. અટલ
 
પાટણ: કોરોન્ટાઈલ કરાયેલા શંકાસ્પદ કોરોના વાયરસના દર્દીનો ટેસ્ટ નેગેટીવ

અટલ સમાચાર, પાટણ

કોરોના વાયરસ સંક્રમણની શક્યતાઓ પર જિલ્લા વહિવટી તંત્રની સતત નજર

પાટણની ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે શંકાસ્પદ કોરોના વાયરસના દર્દીના લેવામાં આવેલા ટેસ્ટ સેમ્પલ નેગેટીવ આવ્યા છે. તકેદારીના ભાગરૂપે પાટણ જિલ્લામાં પ્રવેશેલા 58 પ્રવાસીઓને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. આ પ્રવાસીઓના નજીકના ઘર અને વ્યક્તિઓનું આરોગ્યકર્મીઓ દ્વારા સ્ક્રિનીંગ કરવામાં આવી રહ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

WHO દ્વારા મહામારી તરીકે ઘોષિત થયેલા COVID-19 નોવેલ કોરોના વાયરસના સંક્રમણની શક્યતાઓ નિવારવા પાટણ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જિલ્લામાં પ્રવેશેલા કુલ 78 પ્રવાસીઓ પૈકી 58 જેટલા પ્રવાસીઓને 14 દિવસના ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવેલા પ્રવાસીઓના નજીકના 2,320 જેટલા ઘરના 9,280 વ્યક્તિઓનું આરોગ્ય કર્મચારીઓ દ્વારા સ્ક્રિનીંગ કરવામાં આવી રહ્યું છે.

વધુમાં જિલ્લાના 80 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને પેટા આરોગ્ય કેન્દ્રો પર કોમ્યુનિટી હેલ્થ ઑફિસર તથા આરોગ્યકર્મીઓ દ્વારા 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા 2,120 વ્યક્તિઓનું સ્ક્રિનીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં 263 વ્યક્તિઓને સામાન્ય તાવ, શરદી અનેખાંસીની સારવાર આપવામાં આવી. તેમજ ડાયાબિટીસ અને હાઈપરટેન્શનના 232 દર્દીઓ મળી આવ્યા હતા.