પાટણઃ કુણઘેર રાજપૂત સમાજના સ્મશાન ગૃહ ખાતે વૃક્ષારોપણ કરાયું

અટલ સમાચાર, પાટણ દેશને આઝાદી મળ્યાને આટલા વર્ષ દરમ્યાન દેશમાં અનેક સમસ્યાઓ વધી રહી છે. જે સમસ્યા પૈકી વસ્તીવધારાની સમસ્યાને લીધે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાઈ રહી છે. વધતી વસ્તીને વસાવવા માટે વધુ જમીનની જરૂર પડી છે. આ જમીન ઉપરથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. એ ઉપરાંત હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ પણ ભયજનક
 
પાટણઃ કુણઘેર રાજપૂત સમાજના સ્મશાન ગૃહ ખાતે વૃક્ષારોપણ કરાયું

અટલ સમાચાર, પાટણ

દેશને આઝાદી મળ્યાને આટલા વર્ષ દરમ્યાન દેશમાં અનેક સમસ્યાઓ વધી રહી છે. જે સમસ્યા પૈકી વસ્તીવધારાની સમસ્યાને લીધે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાઈ રહી છે. વધતી વસ્તીને વસાવવા માટે વધુ જમીનની જરૂર પડી છે. આ જમીન ઉપરથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. એ ઉપરાંત હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ પણ ભયજનક હદે વધ્યું છે. આ ભયજનક પ્રદૂષણને નાથવાના આપણા દેશમાં અનેક ઉપાયો થઈ રહ્યા છે. જેમાંથી એક મહત્વનો ઉપાય છે વૃક્ષારોપણ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ તાલુકાના કુણધેર ખાતે રાજપુત સમાજના સ્મશાન ગૃહ ખાતે વડ, પીંપળો, બીલી, બોરસ્લી, લીંમડો જેવા અનેક વૃક્ષનું વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ બાદ સમાજના પડતર પ્રશ્ર્નો બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અને ત્યારબાદ યોગ્ય ડિસ્ટન્સ રાખીને સામૂહિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

પાટણઃ કુણઘેર રાજપૂત સમાજના સ્મશાન ગૃહ ખાતે વૃક્ષારોપણ કરાયું
જાહેરાત

આ પ્રસંગે તાલુકા ડેલીગેટ લક્ષ્મણસિંહ પરમાર, ડેરીના મંત્રી શ્રી બાબુજી ગોહિલ,પૂર્વ સરપંચ પરાગસિંહ પઢિયાર, પૂર્વ આચાર્ય રણજીતસિંહ રાઠોડ, કિશાન એકતા સમિતિના મહામંત્રી શૈલેન્દ્રસિંહ સોઢા, શૈક્ષિક મહાસંધના ઉપપ્રમુખ પ્રવિણસિંહ ગોહિલ, અમરસિંહ દેવડા, સુરાજી દેવડા, ધર્મેન્દ્રસિંહ ખટાણા, લાલસિંહ સોઢા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે બહુચરાજી યુવક મંડળના સદસ્ય મહેન્દ્રસિંહ રાઠોડ, ચક્રવતિસિંહ પરમાર, અજયસિંહ દેવડા, અપુસિંહ પઢિયાર, સુરપાલસિંહ રાઠોડ, સિધ્ધરાજસિંહ રાઠોડ, હરદતસિંહ દેવડા, વગેરે યુવકોએ ભારે જહેમત ઊઠાવી હતી..