પાટણ: ચેઇન સ્નેચીંગ અને બાઇક ચોરીના ગુનામાં બે આરોપી ઝડપાયા

અટલ સમાચાર,પાટણ પાટણ પોલીસ અધિક્ષક શોભા ભુતડાએ જીલ્લામાં બનતા મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા કરેલ સુચના આધારે ઇન્ચાર્જ પો.ઈન્સ. કે.એમ.પ્રિયદર્શીના માર્ગ દર્શન હેઠળ પાટણ એલ.સી.બી. સ્ટાફના પો.સબ.ઇન્સ. વાય.કે.ઝાલા, એ.એસ.આઇ. ભાણજીજી સુરજજી, અ.હેડ.કોન્સ ભરતસિંહ પ્રભાતસિંહ, અ.હેઙ.કોન્સ. કિર્તીસિંહ અનુજી, અ.પો.કોન્સ. કુલદીપકુમાર લક્ષ્મીદાસ, અ.પો.કોન્સ. જીતેંદ્રકુમાર ગોવિંદભાઈ, અ.પો.કોન્સ. મહેન્દ્રસિંહ શંભુજી, અ.પો.કોન્સ. રોહિતકુમાર લક્ષ્મણભાઇ એ રીતેના એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો
 
પાટણ: ચેઇન સ્નેચીંગ અને બાઇક ચોરીના ગુનામાં બે આરોપી ઝડપાયા

અટલ સમાચાર,પાટણ

પાટણ પોલીસ અધિક્ષક શોભા ભુતડાએ જીલ્લામાં બનતા મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા કરેલ સુચના આધારે ઇન્ચાર્જ પો.ઈન્સ. કે.એમ.પ્રિયદર્શીના માર્ગ દર્શન હેઠળ પાટણ એલ.સી.બી. સ્ટાફના પો.સબ.ઇન્સ. વાય.કે.ઝાલા, એ.એસ.આઇ. ભાણજીજી સુરજજી, અ.હેડ.કોન્સ ભરતસિંહ પ્રભાતસિંહ, અ.હેઙ.કોન્સ. કિર્તીસિંહ અનુજી, અ.પો.કોન્સ. કુલદીપકુમાર લક્ષ્મીદાસ, અ.પો.કોન્સ. જીતેંદ્રકુમાર ગોવિંદભાઈ, અ.પો.કોન્સ. મહેન્દ્રસિંહ શંભુજી, અ.પો.કોન્સ. રોહિતકુમાર લક્ષ્મણભાઇ એ રીતેના એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો પાટણ ટાઉન વિસ્તારમાં મિલ્કત સંબધીત ગુન્હા લગત પેટ્રોલીંગમા હતા.

આ દરમ્યાન અ.હેઙ.કો. કિર્તીસિંહ અનુજી તથા અ.પો.કો. મહેન્દ્રસિંહ શંભુજીને ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે પંચો સાથે શિહોરી ત્રણ રસ્તા તે વોચ ગોઠવી શ્રવણજી ઉર્ફે ટેગો શંકરજી વિહાજી જાતે.ઠાકોર ઉવ.૨૧ હાલ રહે. થરા કર્ણાવતી સોસાયટી આનંદ હોટલ પાસે તા.કાંકરેજ જી.બનાસકાંઠા મૂળ રહે. રાણકપુર તા.કાંકરેજ જી.બનાસકાંઠા તથા વનરાજજી ઉર્ફે કાળાજી અશોકજી લાલસંગજી જાતે ઠાકોર ઉવ.૧૯ રહે. થરા ઝાપટપુરા પંજરાપોળ પાસે તા.કાંકરેજ જી.બનાસકાંઠાને એક પલ્સર તથા એક સીડી ડીલક્ષ મો.સા. સાથે પકડી પાડી બન્ને ઇસમોની અંગઝડતી કરતાં ઠાકોર શ્રવણજી શંકરજી ની અંગઝડતી દરમ્યાન એક સોનાની રણી ૧૨.૫ ગ્રામ ની મળી આવેલ જે રણી બાબતે કોઈ આધાર પુરાવા કે બીલ માંગતા સદરી બન્ને ઇસમો ગલ્લા તલ્લા કરતાં હોઇ અને કોઇ સંતોષકારક જવાબ આપતા ના હોઇ તેઓને વિશ્ર્વાસમાં લઇ પુછપરછ કરતાં તેઓએ જણાવેલ કે આજથી આશરે ત્રણ માસ પહેલા અમે બન્ને જણા ઠાકોર શ્રવણજી શંકરજીનું પલ્સર મોટર સાયકલ નંબર-જી.જે.૦૮.બી.એમ.૭૬૦૧ લઇ પાટણ આવેલા અને પાટણ જી.ઇ.બી. પાસે ફરતા હતા તે વખતે એક બહેનના ગળામાંથી સોનાનો દોરો ખેંચી લઇ પલ્સર મોટર સાયકલ લઇ થરા જતાં રહેલ અને આ દોરો બજાર માં કોઇ સોનીને ચોરીનો છે તેવો શક ના પડે તે સારૂ આ દોરો મેં થરામાં એક સોની પાસે દોરો ઓગાળી તેની રણી બનાવી અમારી પાસે રાખેલ અને અમારે હાલમાં પૈસાની જરૂરિયાત હોઇ આ સોનાની રણી વેચવા સારૂ અમો બન્ને આજરોજ પાટણ આવતાં હતા.

સમગ્ર સોનાની ચીલઝડપ બાબતે પાટણ સીટી બી ડીવી. પો.સ્ટે.માં ફર્સ્ટ ગુ.ર.નં.૨૫/૨૦૧૯ થી ગુન્હો રજી થયેલ છે. તેમજ ઠાકોર વનરાજજી ઉર્ફે કાળાજી અશોકજી રહે.થરા પાસે રહેલ સીડી ડીલક્ષ મોટર સાયકલ બાબતે પુછપરછ કરતાં તેણે જણાવેલ કે સદર મોટર સાયકલ પોતે આજથી આશરે દોઢેક વર્ષ પહેલાં પાટણ યુનિવર્સીટી રોડ રેલ્વે ફાટક પાસેથી ચોરેલ હોવાનું જણાવ્યુ હતુ. જેથી પોલીસે મોટર સાયકલ કિં.રૂ.૨૦,૦૦૦ નું ગણી તથા પલ્સર મોટરસાયકલ કિં.રૂ.૪૫,૦૦૦નું ગણી તથા સોનાની રણી કિં.રૂ.૨૭૦૦૦ની ગણી કુલ કિં.રૂ.૯૨,૦૦૦ નો મુદ્દામાલ સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરેલ છે.