પાટણઃ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અંતર્ગત ઘરના મોભીનું નિધન થતાં સહાયની અરજી કરી શકાશે

અટલ સમાચાર, પાટણ ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોમાં આર્થિક જવાબદારી નિભાવતાં મુખ્ય કમાનાર વ્યક્તિના અવસાન સમયે આવા કુટુંબને મદદરૂપ થવા કેન્દ્ર સરકાર પુરસ્કૃત રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અમલમાં છે. જે અંતર્ગત સમાજ સુરક્ષા અધિકારી ની કચેરી ખાતે અરજી કરવાથી રૂ.૨૦ હજારની સહાય મળવાપાત્ર છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો રાજ્ય સરકારના સામાજિક
 
પાટણઃ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અંતર્ગત ઘરના મોભીનું નિધન થતાં સહાયની અરજી કરી શકાશે

અટલ સમાચાર, પાટણ

ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોમાં આર્થિક જવાબદારી નિભાવતાં મુખ્ય કમાનાર વ્યક્તિના અવસાન સમયે આવા કુટુંબને મદદરૂપ થવા કેન્દ્ર સરકાર પુરસ્કૃત રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અમલમાં છે. જે અંતર્ગત સમાજ સુરક્ષા  અધિકારી ની કચેરી ખાતે અરજી કરવાથી રૂ.૨૦ હજારની સહાય મળવાપાત્ર છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સમાજ સુરક્ષા ખાતા દ્વારા પાટણ જિલ્લામાં ગરીબી રેખા હેઠળ ૦ થી ૨૦ નો સ્કોર ધરાવતા કુટુંબના મુખ્ય કમાનાર પુરૂષ કે સ્ત્રીનું કુદરતી અથવા અકસ્માતે મૃત્યુ થાય તે કિસ્સામાં મૃત્યુ સહાય ચૂકવવામાં આવે છે. ૧૮ વર્ષથી ૫૯ વર્ષની ઉંમરમાં મૃત્યુ પામનાર કુટુંબના મુખ્ય કમાનાર પુરૂષ કે સ્ત્રીના અવસાન થયાના બે વર્ષની અંદર અરજી કરવાથી મૃત્યુ સહાય મળી રહેશે. જે અંતર્ગત એક વખત રૂ.૨૦ હજારની સહાય સીધી બેંક અકાઉન્ટમાં જમા કરાવવામાં આવશે.

પાટણઃ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અંતર્ગત ઘરના મોભીનું નિધન થતાં સહાયની અરજી કરી શકાશે
જાહેરાત

આ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે સબંધિત જે તે તાલુકાની મામલતદાર કચેરીમાં આવેલ સમાજ સુરક્ષા શાખાનો સંપર્ક કરી જરૂરી સાધનિક કાગળો સાથે અરજી કરવાની રહેશે તેમ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, પાટણની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.