શરૂઆત@પાટણ: વિશ્વ યોગ દિવસે રસીકરણ મહાઅભિયાનનો શુભારંભ, 128 વેક્સિનેશન બુથ કાર્યરત

અટલ સમાચાર ડોટ કોમ, હારીજ કોરોના મહામારી વચ્ચે આજે તા.21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા કોરોના રસીકરણ મહાઅભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો. જેના ભાગરૂપે હારીજ શહેર ખાતે કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોરની ઉપસ્થિતીમાં પાટણ જિલ્લામાં રસીકરણ અભિયાનની શરૂઆત કરાવી હતી. જ્યાં મંત્રી ઉપરાંત જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ રસીકરણની કામગીરી પ્રત્યક્ષ નિહાળી હતી.
 
શરૂઆત@પાટણ: વિશ્વ યોગ દિવસે રસીકરણ મહાઅભિયાનનો શુભારંભ, 128 વેક્સિનેશન બુથ કાર્યરત

અટલ સમાચાર ડોટ કોમ, હારીજ

કોરોના મહામારી વચ્ચે આજે તા.21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા કોરોના રસીકરણ મહાઅભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો. જેના ભાગરૂપે હારીજ શહેર ખાતે કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોરની ઉપસ્થિતીમાં પાટણ જિલ્લામાં રસીકરણ અભિયાનની શરૂઆત કરાવી હતી. જ્યાં મંત્રી ઉપરાંત જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ રસીકરણની કામગીરી પ્રત્યક્ષ નિહાળી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

શ્રમ અને અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે, આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારીની કામના સાથે રસીકરણ મહાઅભિયાનનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે. કોરોના વાયરસની બીજી લહેરમાં મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થયા હતા. નિષ્ણાંતોના મત મુજબ ત્રીજી લહેર વધુ ઘાતક સાબિત થઈ શકે તેમ છે ત્યારે દરેક નાગરિક કોરોના પ્રતિરોધક રસી લે તે આવશ્યક છે.

શરૂઆત@પાટણ: વિશ્વ યોગ દિવસે રસીકરણ મહાઅભિયાનનો શુભારંભ, 128 વેક્સિનેશન બુથ કાર્યરત

આ સાથે તેમણે ઉમેર્યુ હતુ કે, પ્રત્યેક નાગરિકને સરળતાથી રસી ઉપલબ્ધ થાય તેની ચિંતા કરી રાજ્ય સરકારની સુચનાથી તંત્ર દ્વારા પાટણ જિલ્લામાં 128 જેટલા વેક્સિનેશન બુથ કાર્યરત કરવામાં આવ્યા છે. કોરોનાની ત્રીજી લહેરમાં મૃત્યુદર ઘટાડી શકાય તે માટે તમામ નાગરિકોને રસી લેવા અને અન્ય લોકોને રસીકરણ માટે પ્રેરણા આપવા મંત્રીએ ઉપસ્થિત સૌને અપીલ કરી હતી.આ કાર્યક્રમમાં રસીકરણ મહાઅભિયાન પર નિર્મિત ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. સાથે સ્પોટ રજીસ્ટ્રેશન બાદ વેક્સિનેશનની કામગીરીને કેબિનેટ મંત્રી, જિલ્લા કલેક્ટર તથા અન્ય મહાનુભાવોએ પ્રત્યક્ષ નિહાળી હતી.

શરૂઆત@પાટણ: વિશ્વ યોગ દિવસે રસીકરણ મહાઅભિયાનનો શુભારંભ, 128 વેક્સિનેશન બુથ કાર્યરત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પાટણ જિલ્લામાં અન્ય 24 સ્થળોએ વિવિધ પદાધિકારીઓ તથા અધિકારીઓની ઉપસ્થિતિમાં રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો. આ પ્રસંગે હારીજ શહેર સંગઠન પ્રમુખ અને મહામંત્રી, હારીજ નગરપાલિકાના પ્રમુખ સહિતના પદાધિકારીઓ,તાલુકા આરોગ્ય અધિકારી તથાચીફ ઑફિસર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.