પાટણઃ તા.15 મે સુધી સુલેહશાંતિનો ભંગ ન થાય તે માટે વિવિધ પ્રતિબંધ મુકાયા

અટલ સમાચાર, પાટણ રાજકીય સંગઠનો, સંસ્થાઓ, વ્યક્તિ સમુહો તથા સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો થતા હોઈ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન.ડી.પરમાર દ્વારા જાહેર સુલેહશાંતિનો ભંગ ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે સારૂ સાવચેતીના પગલાં તરીકે વિવિધ પ્રતિબંધ મુકવામાં આવ્યા છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭ (૩)
 
પાટણઃ તા.15 મે સુધી સુલેહશાંતિનો ભંગ ન થાય તે માટે વિવિધ પ્રતિબંધ મુકાયા

અટલ સમાચાર, પાટણ

રાજકીય સંગઠનો, સંસ્થાઓ, વ્યક્તિ સમુહો તથા સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો થતા હોઈ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન.ડી.પરમાર દ્વારા જાહેર સુલેહશાંતિનો ભંગ ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે સારૂ સાવચેતીના પગલાં તરીકે વિવિધ પ્રતિબંધ મુકવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭ (૩) મુજબ મળેલી સત્તાની રૂએ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.ડી.પરમાર દ્વારા પાટણ જિલ્લાની કલેક્ટર કચેરી, પ્રાંત કચેરીઓ, મામલતદાર કચેરીઓ તેમજ યુનિવર્સિટી રોડ(ટી.બી. ત્રણ રસ્તાથી રેલ્વે ફાટક) વિસ્તારમાં તા.૦૧/૦૫/૨૦૨૦ના ૦૦-૦૦ કલાકથી તા.૧૫/૦૫/૨૦૨૦ ના ૨૪-૦૦ કલાક સુધી કોઇપણ સરઘસ કે ચાર કરતાં વધુ વ્યક્તિઓની મંડળી માટે સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ધરણા, ભુખ હડતાલ, રેલી કાઢી કે રેલીના સ્વરૂપે આવી આવેદનપત્ર આપવા મનાઇ ફરમાવવામાં આવી છે. તેમજ પાટણ જિલ્લાના વિવિધ સંગઠનો/સંસ્થાઓ તથા કર્મચારીઓ ધરણા તથા ભુખ હડતાલ પર બેસવા માટે મનાઈ ફરમાવી છે.

આ આદેશ ફરજ ઉપર હોય તેવી વ્યક્તિઓને, કોઇ સ્મશાન યાત્રાને, સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી મેળવેલ સમારંભ કે સરઘસને, ચૂંટણીની કાયદેસરની પ્રક્રિયાને લાગુ પડશે નહીં. આ હુકમના કોઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શખ્સ શિક્ષાને પાત્ર થશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટની અખબારી યાદીમાં જણાવાયું છે.