ઘટસ્ફોટ@પાટણ: ગેસ્ટહાઉસમાં ઝડપાયું કૂટણખાનું, આણંદ-બેંગ્લોર અને બંગાળથી યુવતીઓ લવાઇ હતી

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી) પાટણના એક ગેસ્ટહાઉસમાં ચાલતાં દેહવિક્રયના ધંધાને પોલીસે ઝડપી પાડ્યો છે. ગઇકાલે પાટણ B ડીવીઝન પોલીસની ટીમે ચોક્કસ બાતમી આધારે ગેસ્ટહાઉસમાં રેઇડ કરી કૂટણખાનુ ઝડપી પાડ્યુ હતુ. જેમાં આણંદ-બેંગ્લોર અને બંગાળથી યુવતીઓને પાટણ લાવી દેહવિક્રયનો ધંધો કરાવાતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે હોટલના સંચાલક સહિત 5 ઇસમોને સ્થળ પરથી
 
ઘટસ્ફોટ@પાટણ: ગેસ્ટહાઉસમાં ઝડપાયું કૂટણખાનું, આણંદ-બેંગ્લોર અને બંગાળથી યુવતીઓ લવાઇ હતી

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી) 

પાટણના એક ગેસ્ટહાઉસમાં ચાલતાં દેહવિક્રયના ધંધાને પોલીસે ઝડપી પાડ્યો છે. ગઇકાલે પાટણ B ડીવીઝન પોલીસની ટીમે ચોક્કસ બાતમી આધારે ગેસ્ટહાઉસમાં રેઇડ કરી કૂટણખાનુ ઝડપી પાડ્યુ હતુ. જેમાં આણંદ-બેંગ્લોર અને બંગાળથી યુવતીઓને પાટણ લાવી દેહવિક્રયનો ધંધો કરાવાતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે હોટલના સંચાલક સહિત 5 ઇસમોને સ્થળ પરથી ઝડપી પાડ્યા છે. આ સાથે તમામ વિરૂધ્ધમાં B ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રેન્જ આઇજી જે.આર.મોથાલીયા અને પાટણ SP અક્ષયરાજે જીલ્લામાં ચાલતાં અનૈતિક દેહ વેપારની પ્રવૃત્તિ પર અંકુશ મેળવવા સુચના આપેલ છે. જે અનુસંધાને સિધ્ધપુર DySP સી.એલ.સોલંકી, SC.ST સેલના DySP આર.પી.ઝાલાની સુચના આધારે B ડીવીઝન PI એસ.એ.ગોહિલ, A ડીવીઝન PI એ.સી.પરમાર અને SC.ST સેલના PSI પી.સી.દેસાઇએ એકબીજા સંકલનમાં રહી મોટી કાર્યવાહી કરી હતી. જેમાં શહેરના રાજમહેલ રોડ ઉપર આવેલ દેવદર્શન કોમ્પ્લેક્ષના બીજા માળે આવેલ કેશરી ગેસ્ટહાઉસમાંથી કુટણખાનુ ઝડપી પાડ્યુ છે.

ઘટસ્ફોટ@પાટણ: ગેસ્ટહાઉસમાં ઝડપાયું કૂટણખાનું, આણંદ-બેંગ્લોર અને બંગાળથી યુવતીઓ લવાઇ હતી

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પોલીસની પ્રાથમિક પુછપરછમાં આણંદ-બેંગ્લોર અને બંગાળથી યુવતીઓને પાટણ લાવી દેહવિક્રયનો ધંધો ચલાવાતો હોવાનું સામે આવ્યુ છે. સમગ્ર મામલે બી ડીવીઝન પોલીસે કેશરી ગેસ્ટ હાઉસના સંચાલક જીગર કાંતિલાલ પ્રજાપતિ, ઠક્કર નીરવ અશોકકુમાર, જીગર દિનેશ હરીભાઈ પ્રજાપતિ, હેમંત ઉર્ફે હેમું ભુપેન્દ્રભાઈ કાંતિલાલ મોદી અને સેનામાં રવિ અમૃતભાઈ પુંજાભાઈ સામે ફરીયાદ નોંધી છે. જેમાં તમામ ઇસમો વિરૂધ્ધ અનૈતિક વ્યાપાર (પ્રતિબંધ) અધિનિયમની કલમ 3, 5 મુજબ ગુનો નોંધતાં સમગ્ર કેસની વધુ તપાસ PSI આશીષકુમાર ડામોર ચલાવી રહ્યા છે.