પાટણઃ સમાજ સેવા અને રાષ્ટ્ર નિર્માણક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર યુવાનો યુથ એવોર્ડ માટે અરજી કરી શકશે

અટલ સમાચાર, પાટણ યુવાનોને પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય યુથ એવોર્ડ આપવામાં આવનાર છે. સમાજ સેવા અને રાષ્ટ્ર નિર્માણક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર રાજ્યના મૂળ વતની યુવાનો યુથ એવોર્ડ માટે અરજી કરી શકશે. ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી સ્વચ્છ ભારત અભિયાન, જળ બચાવો અભિયાન, પ્રદુષણ નિયંત્રણ,
 
પાટણઃ સમાજ સેવા અને રાષ્ટ્ર નિર્માણક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર યુવાનો યુથ એવોર્ડ માટે અરજી કરી શકશે

અટલ સમાચાર, પાટણ

યુવાનોને પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય યુથ એવોર્ડ આપવામાં આવનાર છે. સમાજ સેવા અને રાષ્ટ્ર નિર્માણક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર રાજ્યના મૂળ વતની યુવાનો યુથ એવોર્ડ માટે અરજી કરી શકશે. ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી સ્વચ્છ ભારત અભિયાન, જળ બચાવો અભિયાન, પ્રદુષણ નિયંત્રણ, વૃક્ષારોપણ, બાળ પોષણ અભિયાન, રાજ્ય તેમજ સમાજ સેવા અંગેના બીજા ફ્લેગશીપ કાર્યક્રમોમાં બિરદાવી શકાય તેવા ઉત્તમ કાર્ય કરેલ હોય તેવા યુવાનો ગુજરાત રાજ્ય યુથ એવોર્ડ માટે અરજી કરી શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

15 થી 29 વર્ષની વયજૂથમાં આવતા ગુજરાતના મૂળ વતની હોય તેવા યુવાઓએ રાજ્ય યુથ એવોર્ડ માટેની અરજી પોતાના બાયોડેટા સાથે ઉત્કૃષ્ટ કામગીરી અંગેના પુરાવા તથા તે અંગેના ફોટોગ્રાફ્સ તા.19/12/2020 સુધીમાં જીલ્લા રમતગમત અધિકારીની કચેરી, બ્લોક. નં-2, જીલ્લા સેવા સદન, રાજ મહેલ રોડ પાટણ ખાતે બિનચૂક મોકલી આપવાની રહેશે. આ અંગેની વધુ માહિતી માટે (૧) વીરેન્દ્ર સી.પટેલ,જીલ્લા યુવા વિકાસ અધિકારી,પાટણ ૯૯૭૮૪૦૮૮૪૫ (૨) કુ.દિપલ જી.રાવલ,પ્રાંત યુવા વિકાસ અધિકારી,પાટણ ૯૪૨૬૯૩૫૭૮૦ નો સંપર્ક કરવો.