પાટણઃ ટ્રેક્ટરમાં સંતાડેલ દારૂની ખેપ મારતા રાજસ્થાની ઈસમને LCB પાટણે દબોચ્યો

અટલ સમાચાર, પાટણ પાટણ પોલીસે દારૂની હેરાફેરી કરતા લોકો સામે લાલ આંખ કરી છે. અને જમીન-આસમાન એક કરી આવા ગેરકાયદેસર રીતે દારૂના દૂષણને જિલ્લામાં વ્યવસાય કરનારાઓને ઝડપી લેવાના પ્રયાસો હાથ ધર્યા છે. ત્યારે એક જ દિવસમાં આજે બે દારૂના હેરાફેરી કરતા ગુનાઓ ઉકેલી લઈ પાટણ જિલ્લાની ખાખીએ પોતાની કામગીરીનો પર્ચો આપી દીધો છે. મળતી માહિતી
 
પાટણઃ ટ્રેક્ટરમાં સંતાડેલ દારૂની ખેપ મારતા રાજસ્થાની ઈસમને LCB પાટણે દબોચ્યો

અટલ સમાચાર, પાટણ

પાટણ પોલીસે દારૂની હેરાફેરી કરતા લોકો સામે લાલ આંખ કરી છે. અને જમીન-આસમાન એક કરી આવા ગેરકાયદેસર રીતે દારૂના દૂષણને જિલ્લામાં વ્યવસાય કરનારાઓને ઝડપી લેવાના પ્રયાસો હાથ ધર્યા છે. ત્યારે એક જ દિવસમાં આજે બે દારૂના હેરાફેરી કરતા ગુનાઓ ઉકેલી લઈ પાટણ જિલ્લાની ખાખીએ પોતાની કામગીરીનો પર્ચો આપી દીધો છે.

મળતી માહિતી અનુસાર સ્વરાજ કંપનીના ટ્રેકટરમાં ગે.કા વગર પાસ પરમીટ નો ભારતીય બનાવટ નો અલગ અલગ બ્રાંડ નો વિદેશી દારૂ ની બોટલો નંગ-૭૫૩ કી.રૂ.૧,૧૧,૧૩૨/- ની તથા સ્વરાજ કંપનીના ટ્રેકટરની કીમત ૫૦૦,૦૦૦/- તથા મોબાઈલ કીમત રૂપિયા ૩૦૦૦ મળી કુલ મુદામાલ ૬,૧૪,૧૩૨/- નો મુદામાલ પાટણ એલસીબીએ પકડી પાડ્યો છે.

પોલીસ અધિક્ષક પાટણ નાઓએ દારૂની હેરાફેરી/વેચાણ તેમજ જુગાર ની બદી નેસ્તનાબુદ કરવા સારૂ કરેલ સુચના આધારે ઇન્ચાર્જ પો.ઈન્સ એલ.સી.બી. વાય.કે.ઝાલાના માર્ગદર્શન હેઠળ પાટણ એલ.સી.બી ટીમના અ.હેડ.કોન્સ અમીતસિહ માનસિહ તથા સ્ટાફને મળેલી હતી. જે આધારે પાટણ સરસ્વતિ નદીના પુલ આગળ વોચમા હતા, આ દરમ્યાન રબારી (કરમટા) મેશારામ ઉર્ફે મહેશ નાગજીરામ સમેલાજી રહે.પાલડી પોસ્ટ, તા.સાંચોર , જી.જાલોર રાજસ્થાનવાળો પોતાનાની કબજા માલીકીના ટ્રેક્ટરમાં બનાવેલ ચોર ખાનામાં સંતાડેલ હતો. જેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-૭૫૩ કી.રૂ.૧,૧૧,૧૩૨/- ની તથા સ્વરાજ કંપની ના ટ્રેકટર ની કીમત રૂપિયા ૫૦૦,૦૦૦/- તથા મોબાઈલ કીમત રૂપિયા ૩૦૦૦ મળી કુલ મુદામાલ ૬,૧૪,૧૩૨/- નો મુદામાલ પકડી પાડ્યો હતો. આ અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.